મહારાષ્ટ્ર

વક્ફ સંશોધન બિલ: મલ્લિકાર્જુન ખડગેએ કયા મુદ્દે અનુરાગ ઠાકુરને ખુલ્લો પડકાર આપી રાજીનામું દેવાની વાત કરી, જાણો

નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ લોકસભામાં પાસ થયું હતું. લોકસભામાં ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર દ્વારા લગાવવામાં આવેલા આરોપ પર પલટવાર કરતી વખતે આ ડાયલોગ બોલ્યા હતા. તેમણે કહ્યું, ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે તેમના પર જે આરોપો લગાવ્યા છે તે પાયાવિહોણા છે. જો આરોપ સાબિત થશે તો હું રાજીનામું આપી દઈશ. ખડગેએ કહ્યું, અનુરાગ ઠાકુરે ગઈકાલે લોકસભામાં મારા પર જે આરોપ લગાવ્યા હતા તેનાથી મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. તેઓ ભાજપના આવા પેંતરા સામે નહીં ઝૂકે. ભાજપના નેતાઓ મને ડરાવીને ઝુકાવા માંગે છે પણ હું ક્યારેય ઝૂકીશ નહીં.

તેમણે અનુરાગ ઠાકુરને પોતાના પર લાગેલા આરોપ સાબિત કરવાનો પડકાર ફેંકતા કહ્યું, જો ભાજપ સંસદમાં તેમના આરોપો સાબિત ન કરી શકે તો સંસદમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. જો આરોપો સાબિત થાય તો હું રાજીનામું આપી દઈશ.

આ પણ વાંચો: વક્ફ સંશોધન બિલઃ મલ્લિકાર્જુન ખડગે કેમ થયા લાલઘૂમ? પુષ્પા સ્ટાઈલમાં શું કહ્યું, જાણો વિગત

બુધવારે લોકસભામાં વક્ફ બિલ પર ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કર્ણાટકમાં કૉંગ્રેસના અનેક નેતાઓ પર વક્ફ સંપત્તિમાં ભ્રષ્ટાચાર આચર્યાનો દાવો કર્યો હતો. ઉપરાંત તેમાં વિપક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ પણ આવ્યું છે તેમ કહ્યું હતું. આ માટે તેમણે કેટલાક અખબારના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતાં કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કૉંગ્રેસના સભ્યાના હસ્તક્ષેપના કારણે જ ભાજપ સાંસદ દ્વારા કરવામાં આવેલી અપમાનજક ટિપ્પણી પરત લેવા મજબૂર થવું પડ્યું હતું. કૉંગ્રેસ અધ્યક્ષ અનુરાગ ઠાકુરની સાથે સાથે રાજ્યસભામાં ગૃહના નેતા જે પી નડ્ડાએ પણ માફી માંગવી જોઈએ તેવી માંગ કરી કહ્યું, મારું રાજકીય જીવન ખુલ્લા પુસ્તક જેવું છે. ગઈકાલે અનુરાગ ઠાકુરે લોકસભામાં મારા પર ખોટા અને પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. પરંતુ જ્યારે મારા સાથીઓએ તેમને પડકાર આપ્યો તો તેઓ અપમાનજક ટિપ્પણી પરત લેવા મજબૂર થયા હતા.

આ પણ વાંચો: લાલુ યાદવ વક્ફ બિલના સમર્થનમાં? સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ, જાણો શું બોલ્યા

વક્ફ સંશોધન બિલ શું છે

વક્ફ સંશોધન બિલ 2024, વક્ફ અધિનિયમ 1995માં ફેરફાર કરનારું એક બિલ છે. તેનો હેતુ વક્ફ સંપત્તિઓના મેનેજમેન્ટ, પારદર્શકતા, દુરુપયોગ રોકવા માટે નિયમોને કડક કરવાનો છે. બિલમાં વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ અને મહિલા સભ્યોને સામેલ કરવા, કલેકટરને સંપત્તિ સરવેનો અધિકાર આપવો અને વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારવાની જોગવાઈ સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button