કોંગ્રેસના અધિવેશનમાં રમખાણો ફાટી નીકળ્યા ત્યારે સ્વયંસેવકોએ મદદ કરી: સરસંઘચાલક | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

કોંગ્રેસના અધિવેશનમાં રમખાણો ફાટી નીકળ્યા ત્યારે સ્વયંસેવકોએ મદદ કરી: સરસંઘચાલક

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત ‘સંઘની યાત્રાના 100 વર્ષ – નવી ક્ષિતિજ’ નામની ત્રણ દિવસની શતાબ્દી વ્યાખ્યાન શ્રેણી નિમિત્તે પત્રકાર પરિષદમાં બોલતા, સરસંઘચાલક મોહન ભાગવતને જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફક્ત ભાજપને જ મદદ કરી રહ્યું છે ત્યારે તેમણે ભાગવતે રાજીવ ગાંધી સંબંધી એક કિસ્સો સંભળાવ્યો હતો કે કેવી રીતે કૉંગ્રેસ સંલગ્ન સંસ્થાના કાર્યક્રમમાં રમખાણ થયું ત્યારે આરએસએસના સ્વયંસેવકોએ તેમને મદદ કરી હતી.

સરસંઘચાલક ડો. મોહન ભાગવતે કહ્યું હતું કે જ્યારે ભારત રત્ન સ્વ. રાજીવ ગાંધી એનએસયુઆઈ (કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, ત્યારે તેમનું અધિવેશન નાગપુરમાં યોજાયું હતું. આ સત્રમાં દેશભરના ત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. એનએસયુઆઈના કાર્યકરોમાં છૂટા હાથની મારામારી થઈ હતી. આ વણસેલી સ્થિતિમાં જ્યાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં પણ મોટો ઝઘડો થયો હતો. એકબીજા પર ભોજનની થાળીઓ ફેંકવાના કિસ્સાઓ પણ બન્યા હતા. જેના કારણે સંમેલનની આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

વ્યવસ્થા ખોરવાઈ જવાથી કાર્યક્રમના આયોજકો નારાજ હતા. આવા સમયે કોંગ્રેસ પાસે કોઈ બીજો ઉકેલ નહોતો, તેથી આખરે તત્કાલીન કોંગ્રેસના સાંસદે મને (મોહન ભાગવતને) ફોન કર્યો. તે સમયે, હું સંઘનો પ્રચારક હતો. કોંગ્રેસે સંમેલન દરમિયાન કેન્ટીન શરૂ કરવા માટે સ્વયંસેવકોની મદદ માગી હતી. આ કાર્યક્રમ માટે અગિયાર સ્થળે ખાવાના કાઉન્ટર લગાવવામાં આવ્યા હતા.આ 11 કાઉન્ટરમાંથી, અમે આઠ જગ્યાએ સ્વયંસેવકો મોકલીને કાઉન્ટર ફરીથી શરૂ કરાવ્યા હતા. આ બધું કહેવાનો હેતુ ફક્ત એટલો જ છે કે મદદ કરતી વખતે, સંઘ ક્યારેય પક્ષ, જાતિ કે ધર્મ વચ્ચે કોઈ ભેદભાવ રાખતો નથી. જ્યાં પણ અમારી પાસે મદદ માગવામાં આવે છે, ત્યાં સંઘના સ્વયંસેવકો હંમેશા ખડેપગે રહે છે, એમ સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું.

હિન્દુ તહેવારો દરમિયાન લોકોની લાગણીઓને માન આપવા માટે માંસના વેચાણને મર્યાદિત રાખવાનું સમર્થન સરસંઘચાલક મોહન ભાગવતે કર્યું હતું, જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોની ખાવાની આદતો કોઈનો વ્યક્તિગત મુદ્દો ન હોવો જોઈએ. ભાગવતે કહ્યું, ખોરાકનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ લોકો ઉપવાસના દિવસોમાં તેનું સેવન કરવાનું ટાળે છે. તહેવારો દરમિયાન શાકાહારી ખોરાક ખાવાનું સામાન્ય છે. આવા સમયે, જો કોઈને તેમના ઘરની સામે આ રીતે (માંસ ખાતા કે વેચતા) જોવામાં આવે, તો તેમની ભાવનાઓને ઠેસ પહોંચવાની શક્યતા છે. આ તહેવાર ફક્ત બે-ત્રણ દિવસ માટે જ ચાલે છે. આવા સમયે, લોકોએ તેના વિશે વિચારવું જોઈએ અને આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. કોઈ શું ખાય છે તેનાથી મારી ભાવનાઓને ઠેસ ન પહોંચે, પરંતુ તેમની ભાવનાઓનો આદર કરવો એ સારી વાત છે.

આ પણ વાંચો…કોંગ્રેસના મહાઅધિવેશનમાં પ્રિયંકા ગાંધી પર પાર્ટી થશે મહેરબાન! સૂત્રોએ કહ્યું – મોટી જવાબદારી મળશે

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button