મહારાષ્ટ્ર ચૂંટણીઃ વિનોદ તાવડેના બહાને રાહુલ ગાંધીએ PM મોદીને શું માર્યો ટોણો?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા કેશ ફોર વોટના આરોપને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ બહુજન વિકાસ અઘાડી પર આરોપ લગાવ્યો છે કે, તેઓ નાલાસોપારામાં મતદારોને પ્રબાવિત કરવા માટે વિરારની એક હોટલમાં રોકડા રૂપિયા વહેંચતા પકડાયા હતા. બીવીએ દાવો કર્યો કે, વિનોદ તાવડેની બેગમાંથી રોકડા ઉપરાંત લાલ ડાયરી પણ મળી છે, જેમાં તેમણે રૂપિયા કોને આપ્યા છે તેની નોંધ કરી છે.
વિપક્ષે આ મુદ્દે ભાજપને ઘેરવાનું શરૂ કર્યુ છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું, મોદીજી આ 5 કરોડ કોની SAFEમાંથી નીકળ્યા છે? જનતા પૈસા લૂંટીને તેને કોણે Tempoમાં મોકલ્યા?
આ પણ વાંચો : ભાજપના નેતા પૈસા વેરતા ઝડપાયાનો આરોપ, નાલાસોપારામાં સ્થિતિ તંગ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિનોદ તાવડે પર લાગેલા કેશ ફોર વોટના આરોપ અંગે પ્રતિક્રિયા આપતી એકસ પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું, મોદી મહારાષ્ટ્રને મની પાવર અને મસલ્સ પાવરથી SAFE બનાવવા ઈચ્છે છે. એક તરફ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પર જીવલેણ હુમલો થાય છે, બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા 5 કરોડ કેશની સાથે રંગેહાથ ઝડપાય છે. આ મહારાષ્ટ્રની વિચારધારા નથી, જનતા કાલે મતદાન કરીને તેનો જવાબ આપશે.