વસઇ કોર્ટે 2021ના હત્યા-વિનયભંગના કેસમાં બે જણને નિર્દોષ છોડ્યા

પાલઘર: જિલ્લાની વસઇ સેશન્સ કોર્ટે 2021માં શખસની હત્યા અને તેની પત્નીનો વિનયભંગ કરવાના કેસમાં બે જણને નિર્દોષ જાહેર કર્યા હતાા. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ પૂરતા પુરાવા રજૂ કરી શક્યો નહોતો.
જજ એચ.એ.એસ. મુલ્લાએ 3 નવેમ્બરે આપેલા આદેશમાં બ્લેસ એન્કલેસ તાપેલી (26) અને મોશે વલ્ટર કટવાર (26)ને નિર્દોષ જાહેર કર્યા હતા.
આપણ વાચો: કોર્ટે પચીસ વર્ષ જૂના લૂંટના પ્રયાસના કેસમાં બે જણને નિર્દોષ જાહેર કર્યા
બંને જણ પર મહિલાનો વિનયભંગ કરવા અને તેના પતિની બેરહેમીથી મારપીટ કરી હત્યા કરવાનો આરોપ હતો. જોકે તપાસકર્તા પક્ષ કોર્ટમાં મહિલાને સાક્ષી તરીકે રજૂ કરી શક્યો નહોતો.
જો તેની તપાસ કરવામાં આવી હોત, તો મામલો અલગ વળાંક લેત, પરંતુ તે કોર્ટમાં હાજર રહી શકી નહોતી અને પોલીસ તેને શોધી શકી નહોતી, એમ જજે નોંધ્યું હતું. બીજી તરફ માહિતી આપનાર અને નજરે જોનાર સાક્ષીદારે ફેરવી તોળ્યું હતું. (પીટીઆઇ)



