મહારાષ્ટ્ર

સંતોષ દેશમુખ હત્યા કેસઃ વાલ્મિક કરાડને કસ્ટડી બાદ જેલમાં 5 પલંગ લાવતા વિવાદ

બીડ: સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં સંડોવણીનો આરોપ ધરાવતા વાલ્મિક કરાડ બીડ સિટી પોલીસ સ્ટેશનમાં ચર્ચાસ્પદ છે. વાલ્મિક કરાડને અદાલતે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે અને હાલમાં તેને બીડ સિટી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. જોકે, બુધવારે અચાનક જ પોલીસ સ્ટેશનમાં પાંચ પલંગ લાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો.

આ પણ વાંચો: બીડમાં સંતોષ દેશમુખની હત્યાના કિસ્સામાં મુખ્ય આરોપીએ કર્યું આત્મ સમર્પણ…

સિટી પોલીસ સ્ટેશન નવેસરથી બનાવાય છે
શરદ પવારના વિધાનસભ્ય રોહિત પવારે આરોપ કર્યો હતો કે વાલ્મિક કરાડને પોલીસ તરફથી વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે. બીડ પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ અધિક્ષક સચિન પાંડકરે મીડિયા સાથે ઘટના વિશે વાત કરી હતી. વિગતો આપતા સચિન પાંડકરે જણાવ્યું હતું કે ‘બીડ સિટી પોલીસ સ્ટેશન નવેસરથી બનાવવામાં આવ્યું છે. દોઢ મહિના પહેલા જ અમે નવા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. હજી અહીં કામગીરી ચાલી રહી છે.

પોલીસ અધિકારીએ ખાટલા લાવવાની લીધી જવાબદારી
પોલીસ સ્ટેશનમાં આરોપીઓ માટે રક્ષકો 24 કલાક તૈનાત હોય છે. ચોકીદારોએ આરામ માટે ખાટલાની માગણી કરી હતી. તેમની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી અમારી હોવાથી મેં પ્રભારી અધિકારીને ખાટલા લાવવા કહ્યું હોવાથી એ પોલીસ મુખ્યાલયથી લાવવામાં આવ્યા હતા.

કરાડને જેલમાં લાવ્યા બાદ જ ખાટલા કેમ લાવ્યા?
વાલ્મીકિ કરાડને જેલમાં લાવ્યા બાદ જ ખાટલા કેમ આવ્યા એ સવાલના જવાબમાં પાંડેકરે જણાવ્યું હતું કે ‘આ તો માત્ર એક યોગાનુયોગ હતો.’ શા માટે ફક્ત એક જ પલંગ અંદર લાવવામાં આવ્યો હતો અને બાકીના ચાર પલંગ બહાર રાખવામાં આવ્યા એવા સવાલના જવાબમાં પાંડકરે જણાવ્યું હતું કે એક ખાટલો મહિલા ઓફિસરના રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરતા પહેલા, તે સાચું છે કે નહીં તે તપાસી લો.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button