વાઢવણ બંદર પર નોકરીઓમાં ભૂમિપુત્રોને બાજુ પર રાખવાના કોઈપણ પ્રયાસોને સહન નહીં કરીએ: મુખ્ય પ્રધાન

પાલઘર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે એવી ખાતરી આપી હતી કે પાલઘર જિલ્લાના વાઢવણ બંદર પ્રોજેક્ટમાં સ્થાનિક રહેવાસીઓ (ભૂમિપુત્રો)ને નોકરીઓ આપવામાં આવશે, અને ચેતવણી આપી હતી કે મેગા સુવિધામાં તેમને ‘યોગ્ય રોજગાર’થી વંચિત રાખવાના કોઈપણ પ્રયાસોને સહન કરવામાં આવશે નહીં.
તેમણે એમ પણ કહ્યું હતું કે આ મોટા બંદર પ્રોજેક્ટમાં 10 લાખ નોકરીઓનું સર્જન થશે. તેઓ પાલઘરના દહાણુ ખાતે ભાજપના ઉમેદવાર ભરત રાજપૂત માટે એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા, જે મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષપદ માટે મેદાનમાં છે.
આપણ વાચો: વાઢવણ બંદર પ્રોજેક્ટ: સ્થાનિકોની નોકરીમાં પ્રાથમિકતા અને જમીનના વધુ વળતરની માંગ
મેં અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે વાઢવણ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી સ્થાનિક લોકોને રોજગાર મળે. અમે 10 લાખ નોકરીઓ બનાવીશું અને તે નોકરીઓ આ ભૂમિના પુત્રો અને પુત્રીઓને જશે, એમ ફડણવીસે કહ્યું હતુંં.
વઢવાણ પોર્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા 76,200 કરોડ રૂપિયાના ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટને બે તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યો છે. બંદરમાં નવ ક્ધટેનર ટર્મિનલ, દરેક 1,000 મીટર લાંબા, ચાર બહુહેતુક બર્થ, જેમાં કોસ્ટલ બર્થ, ચાર લિક્વિડ કાર્ગો બર્થ, એક રો-રો બર્થ અને કોસ્ટ ગાર્ડ બર્થનો સમાવેશ થશે.



