કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નેતાઓ અંગે આપ્યું આ ચર્ચાસ્પદ નિવેદન

નાગપુર : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હંમેશા તેમના નિવેદનથી ચર્ચામાં રહે છે. ત્યારે તેમણે હવે નેતા અંગે આપેલા નિવેદનથી નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદના આપેલા નિવેદને નેતાઓને વિચારતા કરી દીધા છે. તેમણે કહ્યું છે કે જે લોકોને સૌથી સારી રીતે મુર્ખ બનાવી શકે છે તે સૌથી સારો નેતા બની શકે છે.
આપણ વાંચો: ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલથી વાહનના એન્જીનને નુકશાન થાય છે? નીતિન ગડકરીએ આપ્યો આવો જવાબ
બોલવું સહેલું છે અને કરી બતાડવું અધરું છે
તેમણે વધુમાં જણાવ્યું કે બોલવું સહેલું છે અને કરી બતાડવું અધરું છે. હું કોઈ અધિકારી નથી પરંતુ તેનો અનુભવ કરી શકું છું. કારણ કે હું એ ક્ષેત્રમાં કામ કરું છું જ્યાં મનથી બોલવા પર મનાઈ છે.
નીતિન ગડકરીએ મરાઠી કહેવતથી વાત કરી કે, તમામ લોકો છે અને જે લોકો સૌથી સારી રીતે મુર્ખ બનાવી શકે તે જ સૌથી સારો નેતા બની શકે છે. તેમણે કહ્યું આ વાત સત્ય છે. ભગવાન શ્રી કૃષ્ણએ લખીને રાખ્યું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે અંતિમ વિજય સત્યનો થાય છે.
આપણ વાંચો: નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી; આરોપીની ધરપકડ થઇ…
શોર્ટકટ તમને શોર્ટ કરી દે છે
નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું કે કશું પણ પ્રાપ્ત કરવા માટે એક શોર્ટકટ હોય છે. શોર્ટકટ વ્યક્તિને ઝડપથી પહોંચવામાં મદદ કરે છે. તેમજ જો તમે નિયમો તોડીને રસ્તો પાર કરવા માંગતા હો, તો લાલ સિગ્નલ હોય છે અથવા છલાંગ મારીને જઈ શકો છો.
પરંતુ એક ફિલોસોફર કહે છે કે શોર્ટકટ તમને શોર્ટ કરી દે છે. એટલા માટે જ પ્રામાણિકતા, વિશ્વસનીયતા, સમર્પણ, સત્યના મૂલ્યોનું આજે સમાજમાં મહત્વ છે.
ઉલ્લેખનીય છે કે, નીતિન ગડકરી ભાજપના એવા નેતા છે તેમણે જે પણ વાત કરવી હોય તે જાહેરમાં પોતાના અંદાજમાં કહી દે છે. તે એમ પણ કહે છે કે હું કામ કરું છું તમને ગમે તો વોટ આપજો નહિતર ના આપશો.