મહારાષ્ટ્રમાં વરસાદને કારણે પાકને નુકસાન કૃષિ લોન માફી અને વિશેષ વિધાનસભા સત્ર માટે ઉદ્ધવનો આગ્રહ...
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે પાકને નુકસાન કૃષિ લોન માફી અને વિશેષ વિધાનસભા સત્ર માટે ઉદ્ધવનો આગ્રહ…

મુંબઈ: શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે પાકને નુકસાન થયું હોવાથી ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફી અને આ મુદ્દે ચર્ચા કરવા માટે વિશેષ વિધાનસભા સત્ર બોલાવવાની પણ માંગ કરી હતી.

આ સ્થિતિ અંગે ભાજપ પર પ્રહાર કરતા માજી મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સરકારને શાસન કેવી રીતે કરવું એની ગતાગમ નથી એવું તેઓ દ્રઢપણે માને છે. 20 સપ્ટેમ્બરથી રાજ્યના કેટલાક વિસ્તારમાં અને ખાસ કરીને મરાઠાવાડા ક્ષેત્રમાં ધોધમાર વરસાદ અને નદીઓમાં આવેલા પુરથી મોટા પાયે નુકસાન થયું છે.

ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે’ અમે રાજ્યના ખેડૂતોની લોન સંપૂર્ણ માફીની માંગ કરીએ છીએ કારણ કે ભારે વરસાદને કારણે તેમના ઉભા પાકને નુકસાન થયું છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ 50 હજાર રૂપિયાની રાહતની જાહેરાત કરવી જોઈએ.’

શુક્રવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી ભારે વરસાદને કારણે પૂરગ્રસ્ત ખેડૂતોને મદદ કરવા વિનંતી કરી હતી. (પીટીઆઈ)

આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં વરસાદથી હાહાકારઃ મહાયુતી સરકાર ભીંસમાં, પક્ષના નેતાઓ જ નારાજ

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button