મહારાષ્ટ્ર

એકનાથ શિંદેની હત્યાનું કાવતરુ રચ્યું હતું: શિંદે જૂથના વિધાનસભ્યનો સ્ફોટક ખુલાસો…

મુંબઈઃ મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે અને આ વખતે આવું થવાનું કારણ છે શિંદે જૂથના વિધાનસભ્ય દ્વારા કરવામાં આવેલો સ્ફોટક ખુલાસો. વિધાનસભ્ય સંજય ગાયકવાડ દ્વારા આ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ગાયકવાડે ખુલાસો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે દ્વારા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પરંતુ શંભુરાજે દેસાઈ દ્વારા આ ખુલાસાને રદીયો આપવામાં આવ્યો હતો.

સીએમ શિંદે જ્યારે ઉદ્વવ ઠાકરે સાથે તત્કાલિન મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારમાં એકનાથ શિંદે જ્યારે ગઢચિરોલી જિલ્લાના પાલક પ્રધાન હતા અને એ સમયે નક્સલવાદીઓએ એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે શંભુરાજે દેસાઈ પાસે એક બેઠક ચાલી રહી હતી અને એ સમયે એકનાથ શિંદેને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, એવી માહિતી ગાયકવાડ દ્વારા આપવામાં આવી હતી.


દરમિયાન ઉદ્વવ ઠાકરેએ દેસાઈને ફોન કરીને શિંદેને ઝેડ પ્લસ સિક્યોરિટી નહીં આપવાની ભલામણ કરવામાં આવી હતી. આનો અર્થ શું થાય છે? નક્સલવાદીઓની ધમકીના માધ્યમથી ઠાકરેએ જ શિંદેને જાનથી મારી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું, એવો ખળભળાટ મચાવનારો દાવો સંજય ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યો હતો.


નક્સલવાદીઓના હાથે એકનાથ શિંદેની હત્યા કરવાનો ઉદ્વવ ઠાકરેનું ષડયંત્ર હતું. તેથી જ જો અમે અલગ થવાનો નિર્ણય ના લીધો હોત તો કદાચ આજે આપણી વચ્ચે એકનાથ શિંદે જીવતા ના હોત, એવું પણ ગાયકવાડે વધુમાં ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button