મુંબઈ લોકસભા સીટની વહેંચણીને લઈને ઉદ્ધવ જૂથ અને કૉંગેસનું થઈ ગયું નક્કી?
મુંબઈ: લોકસભા ચૂંટણીને લઈને I.N.D.I.A ગઠબંધનમાં સીટ વહેંચણી બાબતે હવે ધીરે ધીરે ખુલાસો થઈ રહ્યો છે. જોકે મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ જૂથ અને કૉંગેસ વચ્ચે સીટ વહેંચણીને લઈને મતભેદ દૂર થયા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. માહિતી મુજબ ઉદ્ધવ જૂથ અને કૉંગેસ વચ્ચે મુંબઈમાં છ લોકસભા સીટ પર સમાધાન થઈ ગયું છે. સીટ વહેંચણીને લઈને કૉંગેસના નેતા રાહુલ ગાંધી અને ઉદ્ધવ જૂથના નેતા ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચર્ચા થઈ હતી જેમાં મહા વિકાસ આઘાડી (MVA) વચ્ચે પણ સીટ વહેંચણીને લઈને થયેલા વિવાદનો અંત આવ્યો હતો.
ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી વચ્ચે થયેલી ચર્ચામાં મુંબઈની છ સીટમાંથી ચાર સીટ પર ઉદ્ધવ જૂથ અને બે સીટ પર કૉંગેસ ચૂંટણી લડશે એવી માહિતી સૂત્રોએ આપી હતી. એક અહેવાલ મુજબ ઉદ્ધવ જૂથ દ્વારા પશ્ચિમ મુંબઈથી અમોલ કીર્તિકરની ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવવાની હતી પણ હવે બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં આ સીટ પરથી કૉંગેસના નેતા જય નિરૂપમ ચૂંટણી લડશે એવી જાહેરાત કરવામાં આવી છે.
ઉદ્ધવ જૂથ દ્વારા પશ્ચિમ મુંબઈની સીટ પરથી પીછેહટ કરવામાં આવી હતી જેથી હવે કૉંગેસે દક્ષિણ મુંબઈની સીટ પોતાના ઉમેદવાર ઊભો નહીં કરતાં ઉદ્ધવ જૂથ તરફથી અનિલ દેસાઇને ઉમેદવાર તરીકે ઊભા કરવામાં આવી શકે છે. ઉદ્ધવ જૂથ અને કૉંગેસે વચ્ચે 4-2ની સીટ વહેંચણી થતાં ઉદ્ધવ જૂથના ઉમેદવારો દક્ષિણ મુંબઈ, દક્ષિણ મધ્ય મુંબઈ, ઉત્તર મુંબઈ અને ઉત્તર પૂર્વ મુંબઈથી અને કૉંગેસ ઉત્તર મધ્ય મુંબઈ, ઉત્તર પશ્ચિમ મુંબઈ સીટ પર ચૂંટણી લડશે.
કૉંગેસે અને ઉદ્ધવ જૂથ વચ્ચે થયેલી આ સીટોની વહેંચણીની જાહેરાત પાંચ કે છ માર્ચ સુધી કરવામાં આવી શકે છે, અને આ દરમિયાન શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, નાના પટોલે અને પ્રકાશ આંબેડકર જેવા વરિષ્ઠ અને મોટા નેતાઓના નેતૃત્વમાં આ જાહેરાત કરવામાં આવી શકે છે એવું માહિતી સૂત્રોએ આપી હતી.