આમચી મુંબઈમહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના બે નવા ચૂંટાયેલા વિધાન પરિષદના સભ્યોએ શપથ લીધા
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદના બે નવા ચૂંટાયેલા સભ્યોએ સોમવારે શપથ લીધા હતા. નાસિક શિક્ષક મતવિસ્તારના ત્રીજા નવા સભ્ય કિશોર દરાડે ભારે વરસાદને કારણે મુંબઈ પહોંચી શક્યા ન હતા એટલે તેમના શપથ ગ્રહણ બાકી રહી ગયા હતા.
પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરેએ ભાજપના નિરંજન ડાવખરે અને શિવસેના (યુબીટી)ના જગન્નાથ મોતીરામ અભ્યંકરને વિધાન પરિષદના સભ્ય તરીકેના શપથ લેવડાવ્યા હતા.
શિવસેનાના કિશોર દરાડે તેમના પ્રદેશમાં ભારે વરસાદને કારણે હાજર રહી શક્યા ન હતા, એવી માહિતી તેમણે આપી હતી.
ડાવખરે કોંકણ સ્નાતક મતવિસ્તારમાંથી વિધાન પરિષદમાં તેમની ત્રીજી ટર્મ જીત્યા છે જ્યારે ભૂતપૂર્વ અમલદાર અભ્યંકર મુંબઈ શિક્ષક બેઠક પરથી જીત્યા છે.
(પીટીઆઈ)