મહારાષ્ટ્ર

Truck driver strike: … તો પેટ્રોલ પંપ પર ફરી લાગશે કતારો? પેટ્રોલ—ડિઝલ ટેન્કર ચાલકો ફરી હડતાળ પર

નાસિક: નવો વાહન કાયદો રદ કરવાની માંગણી સાથે ફરી એકવાર પેટ્રોલ-ડિઝલ ટેન્કરના ચાલકો હડતાળ પર ઉતર્યા છે. રાત્રે 12 વાગ્યાથી ટેન્કર ચાલકોએ ફરી એકવાર હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. ટેન્કર ચાલકોએ સ્ટિયરિંગ છોડો આંદોલનની જાહેરાત કરી હડતાળ પોકારી છે. તેથી હવે મનમાડથી આવતો પેટ્રોલ-ડિઝલનો પુરવઠો બંધ થાય તેવી શક્યતાઓ છે.

ઉપરાંત ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ અને ખાંદેશથી આવતો પૂરવઠો પણ બંધ થવાની શક્યતાઓ છે. હજી પાછલાં અઠવાડિયામાં જ પેટ્રોલ-ડિઝલ ટેન્કર ચાલકોએ હડતાળ કરી હતી. નવા વાહન કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો હડતાળમાં સામેલ થયા હતાં. જોકે સરકાર સાથે થયેલ બેઠક બાદ આ હડતાળ પાછી ખેંચવામાં આવી હતી. જોકે હવે ફરી એકવાર ટ્રક અને ટેન્કરો ચાલકોએ હડતાળની જાહેરાત કરી છે. ત્યારે ફરી એકવાર મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડિઝલની ઉણપ સર્જાઇ શકે છે. ખાસ કરીને આ હડતાળમાં નાસિકના મનમાડમાં આવેલ પાનેવાડીના પેટ્રોલ-ડિઝલ ટેન્કર ચાલકો પણ આ હડતાળમાં સામેલ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલાં અઠવાડીયામાં થયેલ હડતાળને કારણે સામાન્ય લોકોને ભારે કનડગત ભોગવવી પડી હતી.

પેટ્રોલ પંપ પર લાગેલી લાંબી કતારોને કારણે લોકો હેરાન થયા હતાં. નોકરી-ધંધા છોડી લોકો કલાકો સુધી પેટ્રોલ પંપ પર કતારોમાં ઊભા હતાં. ત્યારે હવે ફરી એકવાર જાહેર થયેલ હડતાલની સૌથી માઠી અસર સામાન્ય લોકો પર થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button