વાવાઝોડાની માઠી અસર! દક્ષિણથી આવનારી ટ્રેન રદ, તિરુપતિમાં ફસાયા મુસાફરો
નાગપૂર: મિગઝોમ વાવાઝોડાને કારણે રેલ સેવા અને વિમાન સેવા પર માઠી અસર થઇ છે. આ વાવાઝોડાને કારણે દક્ષિણથી આવનારી ટ્રેનો રદ કરવામાં આવી છે. જેને કારણે તિરુપતિમાં મુસાફરો ફસાઇ ગયા છે. આ મુસાફરોમાં સૌથી વધુ મહારાષ્ટ્રના લોકો છે.
મિગઝોમ વાવાઝોડાને કારણે રેલવેએ 114 ટ્રેન રદ કરી છે. જેમાં નાગપૂરની 35થી વધુ ટ્રેન છે. બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થતાં દક્ષિણ ભારતમાં આવેલ વાવાઝોડાને કારણે ચેન્નઇ સહિત આસપાસના વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે. તેથઈ સલામતીના ભાગ રુપે રેલવે દ્વારા 114 ટ્રેન રદ કરવામાં આવી છે.
આ વાવાઝોડુ આંધ્ર પ્રદેશની દિશામાં આગળ વધી રહ્યું હોવાથી તેની વિમાન સેવા સાથે રેલ સેવા પર પણ માઠી અસર પડી છે. 7 ડિસેમ્બર સુધી તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. દક્ષિણ તરફથી આવનારી અને નાગપૂર તરફ જનારી જીટી એક્સપ્રેસ, કેરલા એક્સપ્રેસ, તમિલનાડૂ એક્સપ્રેસ, ગોરખપૂર એક્સપ્રેસ, ચેન્નઇ-છપરા એક્સપ્રેસ, ચેન્નઇ-જયપુર એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનોનો સમાવેશ છે.
ટ્રેન અને પ્લેન સેવા રદ થતાં અનેક મુસાફરો તિરુપતીમાં ફસાયા છે. આ મુસાફરોમાં મોટાભાગના લોકો મહારાષ્ટ્રના છે.