મુંબઈ-આગ્રા હાઈવે પર એલપીજી ટેન્કર પલટી ખાતા કલાકો સુધી ટ્રાફિક ખોરવાયો

મુંબઈ: નાશિક જિલ્લામાં મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે પર ચાંદવાડ નજીક એલપીજી ટેન્કર પલટી ખાઈ જતા ગેસનું ગળતર થવા માંડ્યું હતું, તેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો સાથે જ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. મોડી સાંજ બાદ ગળતરને રોકવામાં સફળતા મળી હતી.
ચાંદવાડ તહેસિલના પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈ જખમી થયું નહોતું પણ એલપીજી ટેન્કરમાંથી થઈ રહેલા ગેસ ગળતરને રોકવા ૧૫ કલાકથી પણ વધુ સમય લાગ્યા બાદ પણ તેમાં સફળતા મળી નહોતી. તેને પગલે ટ્રાફિકને અન્ય રોડ પર વાળવો પડયો હતો.
ગેસ ગળતરને રોકવા માટે બીપીસીએલની ટેક્સિનલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે ગેસ ગળતરને રોકવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. ત્રણ પાલિકાના ફાયર ટેન્ડર સહિત મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિમિટેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ આ એક્સિડન્ટને કારણે હાઈવે પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો અને વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. તકેદારીના પગલારૂપે પોલીસે ચાંદવડમાં નાશિક-ધુળે હાઈવને વાહનો માટે બંધ કરી દીધો હતો.
આ પણ વાંચો…વડોદરા-મુંબઈ માર્ગ પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામઃ જૂઓ વીડિયો અને જાણો કારણ