એરક્રાફ્ટમાં સીટ નીચે છુપાવેલી રૂ. 78 લાખની,સોનાની પેસ્ટ મળી: પ્રવાસીની ધરપકડ

પુણે: પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરક્રાફ્ટમાં સીટ નીચે પાઇપમાં છુપાવવામાં આવેલી રૂ. 78 લાખની કિંમતની સોનાની પેસ્ટ મળી આવી હતી. કસ્ટમ્સ વિભાગે આ પ્રકરણે પ્રવાસીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દુબઇથી બુધવારે આવેલા પ્રવાસીને શંકાને આધારે આંતરવામાં આવ્યો હતો. પ્રવાસીના સામાનની તલાશી લેવામાં આવતાં કોઇ વાંધાજનક મળી આવ્યું નહોતું.
આ પણ વાંચો : સોનાની દાણચોરી માટે એર હોસ્ટેસે અજમાવ્યો આ કીમિયો, ખુલાસો કરતા થઈ ગઈ ધમાલ
જોકે પ્રવાસીની વર્તણૂક શંકાસ્પદ લાગતી હોવાથી તેને પૂછવામાં આવ્યુંં હતું કે તેણે એરક્રાફ્ટમાં કંઇ છુપાવ્યું છે કે કેમ. તેના જવાબથી શંકા વધી જતાં અધિકારીઓએ એરક્રાફ્ટમાં પ્રવાસીની સીટ તેમ જ અન્ય જગ્યાએ તપાસ કરતાં પ્રવાસીની સીટ નીચેથી પાકીટમાં સોનાની પેસ્ટ મળી આવી હતી, જે પાઇપમાં છુપાવાઇ હતી, જેની કિંમત રૂ. 78 લાખ હતી. આ પ્રકરણે પ્રવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)