આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઓનલાઈન ગેમ અને ઘોડાની રેસના માધ્યમથી રૂ. 700 કરોડ કમાવાનું લક્ષ્ય

રાજ્ય સરકારે કેન્દ્રીય કાનૂનને અનુરૂપ જીએસટી વધારીને 28 ટકા કરવાનો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ઓનલાઈન ગેમિંગ, તેની સાથે સંકળાયેલા ઉદ્યોગો તેમ જ બેટિંગ, કેસિનો અને ઘોડાની રેસ જેવા માધ્યમથી વધારાના રૂ. 700 કરોડ એકઠા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. તાજેતરમાં આયોજિત રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં મહારાષ્ટ્ર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (અમેન્ડમેન્ટ) એક્ટને મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં ઓનલાઈન ગેમિંગ અને સંબંધિત ક્ષેત્રો પર જીએસટી વધારીને 28 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ એક અત્યંત વ્યાપક કાયદો છે અને જેમાં વિદેશી આઈપી એડ્રેસનો ઉપયોગ કરીને ટેક્સચોરી કરનારા સામે કાર્યવાહી કરવાની અને તેમના આઈપી એડ્રેસ બ્લોક કરવા સુધીની સત્તા મળી છે.

રાજ્ય સરકાર એવો અંદાજ રાખે છે કે આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રમાં 30 ટકાનો વધારો થશે. આવા પોર્ટલ પર વધુ વેરા લાદીને તેમ જ આકરી કાર્યવાહી કરવામાં આવશે તો 15-35 વર્ષના યુવાનો આવી રમતોથી દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

જીએસટી વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે જીએસટી વધારીને 28 ટકા કરવાની સાથે જ એન્ફોર્સમેન્ટને કડક બનાવવાથી ટેક્સચોરીમાં ઘટાડો થશે. કાયદામાં તાજેતરમાં કરવામાં આવેલા સુધારાને કારણે સત્તાવાળાઓને આર્થિક જવાબદારીથી બચવા માગનારા સામે કાર્યવાહી કરવાનો અધિકાર મળે છે. આનાથી મહેસુલી આવક વધારવાનો એક હેતુ પાર પડશે તેમ જ આ ઉદ્યોગને કાયદાના ચોકઠામાં યોગ્ય રીતે કામ કરવાની ફરજ પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button