દેવેન્દ્ર ફડણવીસ માટે આ છેલ્લી તક છે: જરાંગે પાટીલની સીધી ચેતવણી
જાલના: હું ભૂખ હડતાળ પર છું કારણ કે હું રાજકારણમાં આવવા માંગતો નથી અને દેવેન્દ્ર ફડણવીસ માટે ઓબીસીમાંથી મરાઠાઓને અનામત આપવાની આ છેલ્લી તક છે એમ જણાવતાં મરાઠા સમુદાયના નેતા મનોજ જરાંગે પાટીલે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે તે પછી તેઓ અનામતના વિષય પર મોઢું ખોલી શકશે નહીં. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં મરાઠાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને આ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: મારા પરિવાર પર હુમલો કરવાનું કારસ્તાનઃ મનોજ જરાંગે પાટીલે કર્યો મોટો દાવો
મનોજ જરાંગે પાટીલ હાલમાં મરાઠાઓને ઓબીસીમાંથી અનામત મળે તેવી માગણી માટે અંતરવાલી સરાટી ખાતે ભૂખ હડતાળ પર છે. તેમણે રવિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું.
રાજ્યમાં મરાઠાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. આ બધું સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેથી મરાઠા સમાજના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. હું ભૂખ હડતાલ પર છું, કારણ કે મને રાજકારણ પસંદ નથી. દેવેન્દ્ર ફડણવીસ માટે ઓબીસીમાંથી મરાઠાઓને અનામત આપવાની આ છેલ્લી તક છે. તે પછી તેઓ અનામતના મુદ્દે મોઢું ખોલી શકશે નહીં. અનામત નહીં મળે તો તેઓ દોષી ગણાશે. ઉપરાંત, એવી અપેક્ષા છે કે આરક્ષણનો નિર્ણય બે દિવસમાં લેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: દરેક ગામમાંથી ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવાની જરાંગે પાટીલની જાહેરાત બાદ ચૂંટણીપંચ ચિંતિત
શનિવારે વાડીગોદરીમાં થયેલા ઓબીસી-મરાઠા સંઘર્ષ પર પણ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે હું મરાઠાઓને શાંત રહેવાની અપીલ કરું છું, પરંતુ તમારે આ વિવાદને ઓબીસી વિરુદ્ધ મરાઠા વિવાદ તરીકે ન ઓળખાવવો જોઈએ. ઓબીસી અને મરાઠા ક્યારેય એકબીજાની વિરુદ્ધ નથી જતા. આ કેટલાક લોકો દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવેલું નાટક છે.
દરમિયાન ઓબીસી નેતા લક્ષ્મણ હાકેની ભૂખ હડતાળના કારણે વાડીગોદરીથી અંતરવાલી સરાટી તરફ જતા રસ્તાઓ બદલવામાં આવ્યા છે. આ અંગે મનોજ જરાંગેએ સરકારની ટીકા કરી હતી. મરાઠાઓ પર વારંવાર સાંપ્રદાયિક હોવાનો આરોપ લગાવવામાં આવે છે. જોકે, વાડીગોદરીના આંદોલનને કારણે સરકારે અંતરવાલી સરાટી તરફ જતા રસ્તાઓ બંધ કરી દીધા છે. મરાઠાઓને બીજો રસ્તો અપનાવવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જો અમે આવું કર્યું હોત તો ઓબીસીને અન્યાય કરવા બદલ અમારી ટીકા થઈ હોત. છગન ભુજબળ જેવા નેતાઓએ આવું કર્યું હતું. જો કે, હવે તેના વિશે કોઈ બોલતું નથી. આ મૂળભૂત રીતે મરાઠાઓને અન્યાય છે. જેમ પહેલા દલિતોનું શોષણ થતું હતું. હવે મરાઠાઓનું પણ એવું જ છે, એમ તેમણે કહ્યું હતું.