મહારાષ્ટ્ર

ચોર… કુતરાં…તારું માથુ ફોડીશ, નેતાઓની અસભ્ય ભાષાની ઓડીયો ક્લીપ થઇ વાયરલ…

છત્રપતિ સંભાજીનગર: થોડા દિવસો પહેલાં જાલનામાં થયેલ મધ્યવર્તી બેન્કની ચૂંટણી પરથી પૂર્વ પ્રધાન બબનરાવ લોણીકર અને પૂર્વ પ્રધાન રાજેશ ટોપે વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદના પગલે ટોપેની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી.

ઉપરાંત બબનરાવ લોણીકરના ઘર પર પત્થરમારો પણ થયો હતો. આ બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દરમીયાન આ બંને વિધાનસભ્યોની એક ઓડિયો ક્લિપ વાઇરલ થવાથી હોબાળો મચી ગયો છે. જેમાં એક વિધાનસભ્ય બીજા વિધાનસભ્ય સાથે અસભ્ય ભાષાનો ઉપયોગ કરી ગાળો આપતા સંભળાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જાલના જિલ્લાના બે વિધાનસભ્યોની એક કથિત ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. જેમાં એક વિધાનસભ્ય બીજા વિધાનસભ્યને ગાળો આપી રહ્યાં છે. ભાજપના વિધાનસભ્ય બબનરાવ લોણીકરના દિકરા રાહુલ લોણીકરને ઉપાધ્યક્ષ બનાતા આ વિવાદ ઊભો થયો છે. ત્યારે હવે રાજકીય વર્તુળોમાં આ ઓડિયો ક્લીપની ખૂબ ચર્ચા થઇ રહી છે.

આ જ વિવાદને પગલે પૂર્વ પ્રધાન શરદ પવાર જૂથના વિધાનસભ્ય રાજેશ ટોપેની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટોપેની ગાડીના કાચ ફૂટી ગયા હતાં. ઉપરાંત તેમની ગાડી પાસે એક લાકડી અને ઓઇલનો ડબ્બો પણ મળી આવ્યો હતો. જિલ્લા મધ્યવર્તી બેન્કની ચૂંટણીના વિવાદને કારણે આ પત્થર મારો થયો હોવાનું કહેવાઇ રહ્યું છે.

પાછલા અઠવાડિયામાં જાલના જિલ્લા મધ્યવર્તી બેન્કના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદની નૂમણૂંક કરવામાં આવી હતી. ત્યાર બાદ લોણીકર અને ટોપેનો વિવાદ ઊભો થયો હતો. ખાસ વાત તો એ છે કે ટોપેની ગાડી પર પત્થરમારો થયા બાદ સાંજે પૂર્વ પ્રધાન બબનરાવ લોણીકરના ઘર પર અજણ્યા લોકોએ પત્થરમારો કર્યો હતો. ખાસ વાત તો એ છે લોણીકરની બાજુમાં રહેતાં રાજેશ ટોપેના ભાઇના ઘરમાં પર પત્થરમારો થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button