પાલઘરમાં પિતા પાસેથી પૈસા પડાવવા માટે દીકરાએ કર્યું આ કારસ્તાન
મુંબઈ: આજના સમયમાં પ્રસિદ્ધિ અને વૈભવી જીવનશૈલી જીવવા માટે લોકો અનેક અખતરા કરે છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી પણ એવો જ એક કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં પૈસા મેળવવાની લાલચમાં એક યુવકે પોતાનું જ અપહરણ (કીડનેપ) કરવાનું કાવતરું રચ્યું હતું. પોલીસે આ યુવકની ધરપકડ કરી તેનાથી પૂછપરછ કરતી વખતે આરોપી યુવકે જણાવ્યું હતું કે તે તેના પિતા પાસેથી પૈસા મેળવવા માટે પોતાના અપહરણનું કાવતરું કર્યું હતું.
વસઇ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ તેનો દીકરો સાત ડિસેમ્બરથી ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ આ વ્યક્તિને એક ફોન આવ્યો હતો, જેમાં ત્રણ વ્યક્તિઓએ તેના પુત્રનું અપહરણ કરીને ૩૦,000 રૂપિયાની ખંડણી માંગી હતી. આ રકમ ન આપતા તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીઓએ એક ક્યુઆર કોડ મોકલી તેના પર પૈસા મોકલવા જણાવ્યું હતું. એવું પોલસે જણાવ્યું હતું.
ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આ મામલે વિરાર અને નાલાસોપરા વિસ્તારોમાં યુવકની શોધ શરૂ કરી હતી અને પોલીસેને ગુમ થયેલો યુવક વસઇ ફાટા ખાતે હોવાની ટિપ મળી હતી. આ યુવકને શોધી કાઢ્યા બાદ તેની સાથે પૂછપરછ કરતાં એક ચૌંકવનારી વાત જાણવા મળી હતી. યુવકે તેના પિતા પાસેથી પૈસા માંગ્યા હતા, પણ તેને ના પાડવામાં આવતા તેને પોતાની અપહરણ કરવાની ઘટના રચી હતી. પીલીસે પોતાની ખોટી રીતે અપહરણ કરવા મુદ્દે યુવકની અટકાયત કરી છે અને હવે આગળ વધુ તપાસ શરૂ કર્યો છે