મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ખેલાયો ખૂની ખેલ! લગ્ન માટે ના પાડી તો પ્રેમીએ પ્રેમિકાનું ઢીમ ઢાળ્યું

કોલ્હાપુર, મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી 23 વર્ષની યુવતીની તેના પ્રેમીએ હત્યા કરવામાં આવી હોવાનુ પ્રકાશમાં આવ્યુ છે. ઘટનાની વાત કરવામાં આવે તો, કોલ્હાપુરના સરનોબતવાડી વિસ્તારમાં આરોપીએ ક્રૂરતાથી છરીના ઘા મારીને યુવતીની હત્યા કરી હતી. મૃતક યુવતીની ઓળખ સમીક્ષા ભરત નરસિંહે તરીકે થઈ છે, જે કસ્બા બાવડાની રહેવાસી છે. અત્યારે આ સમગ્ર મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
આરોપીએ ક્રૂરતાથી છરીના ઘા મારીને યુવતીની હત્યા કરી
ઘટના અંગે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, મૃતક સમીક્ષા અને આરોપી સતીશ યાદવ કોલ્હાપુરના શિવાજી પેઠ વિસ્તારના રહેવાસી છે અને બંને એક જ જગ્યાએ કામ કરતા હતા. બંને છેલ્લા કેટલાક મહિનાઓથી સરનોબતવાડી વિસ્તારમાં રહેતા હતા અને છેલ્લા 8 દિવસથી તેમની વચ્ચે લગ્નને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ સતીશ લગ્ન માટે વારંવાર સમીક્ષા પર દબાણ કરી રહ્યો હતો. પરંતુ સમીક્ષા લગ્ન માટે અત્યારે તૈયાન નહોતી જેથી આરોપીએ ગુસ્સે થઈને તેની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો: વૈષ્ણવી આત્મહત્યા કેસ: સસરા રાજેન્દ્ર હગવણેની જુડિશિયલ કસ્ટડીમાં રવાનગી
સમીક્ષાની હત્યા કરીને સતીશ ત્યાંથી ભાગી ગયો
જ્યારે આ સમગ્ર ઘટના બની તે પહેલા સમીક્ષા તેના એક મિત્ર સાથે રૂમમાં આવી હતી. ત્યારબાદ સતીશ ગુસ્સામાં ત્યાં પહોંચ્યો અને તેના પર તીક્ષ્ણ છરીથી હુમલો કરી દીધો હતો. સમીક્ષાની હત્યા કરીને સતીશ ત્યાંથી ભાગી ગયો હતો, આ દરમિયાન સમીક્ષાનો મિત્ર આસપાસના લોકોની મદદથી તેને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ સમીક્ષાનું મોત થઈ ગયું. આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે લોકોએ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
કોલ્હાપુરમાં મોડી રાત્રે જૂના વિવાદને લઈને મારામારી
પોલીસ દ્વારા આરોપી સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે દ્વારા આરોપીની શોધ કરવામાં આવી રહી છે. એકબાજુ હત્યાની ઘટના બની છે તેવા જ સમયે કોલ્હાપુરમાં મોડી રાત્રે જૂના વિવાદને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 25 થી વધુ યુવાનોએ લાકડીઓ અને સળિયાથી 3 યુવાનો પર હુમલો કર્યો હતો. તે કેસમાં પોલીસે કાર્યવાહી કરી અને 22 લોકોની ધરપકડ કરી છે. પરંતુ હત્યાના કેસનો આરોપી હજી ઝડપાયો નથી. તેની શોધખોળ ચાલી રહી છે.