આમચી મુંબઈમહારાષ્ટ્ર

કમોસમી વરસાદનો ફટકોઃ હવે કઠોળ-શાકભાજીના ભાવ પર જોવા મળી શકે

મુંબઇ: છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં પડેલા ભારે વરસાદે સૌથી વધુ જાનહાનિ થઈ હતી. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત પડોશી રાજ્યમાં પડેલા કમોમસી વરસાદને કારણે સૌથી વધુ નુકસાન ખેતીવાડીને થયું હતું. કમોસમી વરસાદને કારણે આગામી દિવસોમાં શાકભાજી-કઠોળના ઉત્પાદનમાં અસર જોવા મળી શકે છે, તેથી ભાવમાં વધારો થાય તો નવાઈ રહેશે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ વર્ષે તુવેર દાળના ઉત્પાદનમાં ૨૫ ટકા ઘટાડો થયો છે અને તેના કારણે તુવેર દાળના ભાવ જે હાલમાં ૧૮૦ થી ૨૦૦ રૂ. પ્રતિ કિલો છે, તેમાં વધારો થવાની સંભાવના છે. ભારત કઠોળનો સૌથી મોટો ગ્રાહક છે. તે પૈકી તુવેર દાળ મોખરે છે. દેશમાં દર વર્ષે ૪૨ થી ૪૪ લાખ ટન તુવેરની માંગ રહે છે, જ્યારે તુવેર મોંઘી થાય છે, ત્યારે ઘણા લોકો મગની દાળના વપરાશ તરફ વળે છે.

જોકે, આ વર્ષે મગના ઉત્પાદનમાં ગત વર્ષના ૨૦ ટકા અને આ વર્ષના લક્ષ્યાંકની સરખામણીમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આ વર્ષે સિઝનમાં ૨૦.૨ મિલિયન ટન મગની દાળના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો હતો, તેની સરખામણીમાં માત્ર ૧૪.૦૫ લાખ ટનથી વધુ મગની દાળ બજારમાં આવી છે. તેથી જો તમે તુવેરદાળને બદલે મગદાળનું સેવન કરવા માંગતા હોવ તો તે પણ મોંઘી થાય તેવા સંકેતો છે.

શાકભાજીની સાથે ફળોને પણ મોટું નુકસાન

રવિવારે મુંબઈ-થાણેની સાથે રાયગઢ, નાશિક, પુણેમાં થયેલા કમોસમી વરસાદને કારણે શાકભાજી અને ફળોને પણ નુકશાન થયુ છે, જેના કારણે શાકભાજી અને ફળોના ભાવમાં વધારો થવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે. હાપુસ કેરી પર સ્ટેમ્પ ઘટી જવાથી ફેબ્રુઆરી-માર્ચમાં કેરીના ઉત્પાદન પર પણ અસર થશે. બીજી તરફ રિટેલ માર્કેટમાં ડુંગળી ૮૦ રૂપિયા અને ટામેટા ૬૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે અને તદુપરાંત, તમામ શાકભાજી ઓછામાં ઓછા રૂ. ૮૦ પ્રતિ કિલો મોંઘા થાય છે અને સામાન્ય માણસને તકલીફ પડી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button