થાણે જિલ્લામાં 1.1 કરોડનું હશીશ જપ્ત: રત્નાગિરિના યુવકની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં પોલીસે 1.1 કરોડ રૂપિયાનું હશીશ જપ્ત કરીને રત્નાગિરિના 29 વર્ષના યુવકની ધરપકડ કરી હતી.
એન્ટિ-નાર્કોટિક્સ સ્કવોડના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે શિળફાટા-મુંબ્રા રોડ પર તાજેતરમાં છટકું ગોઠવીને યુવકને આંતર્યો હતો. યુવકની તલાશી લેવાતાં તેની પાસેથી હશીશ મળી આવ્યું હતું.
સિનિયર ઇન્સ્પેક્ટર રાહુલ મસ્કેએ જણાવ્યું હતું કે આરોપીની ઓળખ મસુદ બદબુદ્દીન ઐનારકર તરીકે થઇ હોઇ તે રત્નાગિરિનો રહેવાસી છે. તે રત્નાગિરિથી ડ્રગ્સ વેચવા માટે અહીં આવ્યો હતો. મસુદ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: થાણેમાં રૂ. 31.45 લાખનો નશીલો પદાર્થ જપ્ત:
દરમિયાન મસુદને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેને 23 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મસુદ પાસેથી જપ્ત કરાયેલું હશીશ વિદેશથી દાણચોરી દ્વારા લાવવામાં આવ્યું હતું. (પીટીઆઇ)