થાણેમાંં ૩૨ વોર્ડમાં ચાર તો એક વોર્ડમાં ત્રણ ઉમેદવારને વોટ આપવો પડશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકાની ૨૦૨૫-૨૬ની ચૂંટણી માટે થાણે મહાપાલિકા વિસ્તારમાં કુલ ૩૩ વોર્ડમાં વિભાજન કરવામાં આવ્યું હોઈ તેમાં ૧૩૧ નગરસેવકની બેઠક માટે ચૂંટણી થઈ રહી છે, જેમાં ૩૨ વોર્ડમાં ચાર નગરસેવકો માટે તો એક વોર્ડમાં ત્રણ નગરસેવકો માટે મતદારોએ ઈવીએમ મશીનમાં વોટ આપવાનો રહેશે. એ બાદ જ મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે અને વોટ માન્ય ગણાશે એવી જાહેરાત થાણે પાલિકા કમિશનર અને ચૂંટણી અધિકારી સૌરભ રાવે કરી છે.
થાણેમાં કુલ ૩૩ વોર્ડમાં કુલ ૧૩૧ નગરસેવકો માટે ચૂંટણી થઈ રહી છે, જેમાં વોર્ડ નંબર એકથી ૨૮ અને ૩૦થી ૩૩ નંબરના એક કુલ ૩૨ વોર્ડમાં ચાર-ચાર જગ્યા માટે મતદાન થવાનું છે. તો વોર્ડ ૨૯માં ત્રણ જગ્યા માટે મતદાન થવાનું હોવાનું થાણે પાલિકા કમિશનરે કહ્યું હતું.
આ મતદાન ઈલેક્ટ્રોનિક મતદાન મશીનથી થવાનું હોઈ બૅલેટ યુનિટ પર સંબંધિત વોર્ડ અનુસાર ત્રણ અથવા ચાર મતપત્રિકા ઉપલબ્ધ હશે. દરેક વોર્ડની જગ્યાના અ, બ, ક, ડ એમ નામ આપવામાં આવ્યા છે. દરેક વોર્ડમાં ‘અ’ જગ્યા માટે મતપત્રિકામાં સફેદ રંગની જગ્યા, ‘બ’ જગ્યાની બીજી મતપત્રિકા ઝાંખો ગુલાબી રંગનો, ‘ક’ જગ્યાની ત્રીજી મતપત્રિકા ઝાંખા પીળા રંગની અને ચોથા ‘ડ’ જગ્યાની મતપત્રિકા ઝાંખા બ્લુ કલરની હશે.
આ પણ વાંચો…પાલિકાની ચૂંટણી: થાણેમાં 2.75 કરોડ રૂપિયાના ડ્રગ્સ અને દારૂ જપ્ત…
દરેક મતદારોને ઉપર મુજબ ચારેય જગ્યા માટે મતદાન કરવાનું ફરજિયાત રહેશે. ફકત વોર્ડ નંબર ૨૯ માટે ત્રણ મત રહેશે. દરેક જગ્યાએ ઉમેદવાર સહિત ‘નોટા’ (એક પણ ઉમેદવાર નહીં)નો પર્યાય મતદારો માટે ઉપલબ્ધ હશે.મતદારોને ચારેય જગ્યા માટે મતદાન પૂર્ણ કર્યા બાદ ઈલેક્ટ્રોનિક મતદાન મશીનમાં સીટીનો અવાજ આવીને મશીન પરની લાઈટ બંધ થશે અને એ જ મત માન્ય ગણાશે.
મતદારો જો ચારેય જગ્યા માટે મતદાન નહીં કરતા એક જ અથવા બે અને ત્રણ જગ્યાએ જ એક જ મત આપીને મતદાન કક્ષમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે તો સંબંધિત મતદારને ફરી મતદાન કક્ષમાં મોકલીને બાકીને મતદાન પ્રક્રિયા પૂણકરવાની રહેશે. એટલે કે મતદારોએ ચારેય વોર્ડ માટે મતદાન કરવાનું રહેશે.
આ પણ વાંચો…થાણે મહાનગરપાલિકા ચૂંટણી: ૧૧૪ ઉમેદવાર કરોડપતિ, સરનાઇકનાં પત્ની સૌથી ધનિક



