શિર્ડી જઇ રહેલા ભાવિકોને હાઇવે પર વાહને મારી ટક્કર: યુવકનું મોત

થાણે: શિર્ડી જઇ રહેલા ભાવિકોને મુંબઈ-નાશિક હાઇવે પર અજાણ્યા વાહને અડફેટમાં લેતાં 23 વર્ષના યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક જણ ઘાયલ થયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શહાપુર તાલુકાના વાફે ગામ નજીક ગુુરુવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. ભાવિકોએ પચીસમી નવેમ્બરે વિરારથી ‘પદયાત્રા‘ શરૂ કરી હતી અને તેઓ પાલખી સાથે શિર્ડીમાં સાંઇબાબાના દર્શન કરવા જઇ રહ્યા હતા.
ભાવિકાનું વહેલી સવારે હાઇવે પર શિસ્તબદ્ધ રીતે ચાલી રહ્યું હતું ત્યારે અજાણ્યા વાહને બે જણને ટક્કર મારી હતી અને વાહનચાલક ત્યાંથી પલાયન થઇ ગયો હતો.
આ પણ વાંચો: હિટ એન્ડ રન: SG હાઇવે પર બે હોમગાર્ડને ટક્કર મારીને કારચાલક ફરાર, એક ગંભીર ઇજાગ્રસ્ત…
આ અકસ્માતમાં ઘાયલ થયેલા બંને ભાવિકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં એકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જેની ઓળખ ઓમ શશિકાંત શિંદે (23) તરીકે થઇ હતી, જ્યારે બશીર શેખ (20)ની શહાપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે આ પ્રકરણે વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે વાહનને ઓળખી કાઢવા તથા તેને ટ્રેસ કરવા માટે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજને તપાસી રહી છે.
(પીટીઆઇ)



