પુત્રને મેડિકલ કૉલેજમાં પ્રવેશ અપાવવાને નામે પિતા પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

થાણે: કલ્યાણમાં પુત્રને મેડિકલ કૉલેજમાં પ્રવેશ અપાવવાની ખાતરી આપીને પિતા પાસેથી 4.6 લાખ રૂપિયા પડાવવા બદલ પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ફરિયાદને આધારે કલ્યાણ શહેર પોલીસે ભાઈસાહેબ જાધવ અને તેના પર્સનલ આસિસ્ટન્ટ જયંત જાધવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 406 હેઠળ રવિવારે ગુનો નોંધ્યો હતો. ફરિયાદી સાથે 2003માં કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાથી પોલીસે ભારતીય દંડ સંહિતા હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે ફરિયાદીના પુત્રને અહિલ્યા નગરની પ્રતિષ્ઠિત મેડિકલ કૉલેજમાં એડ્મિશન અપાવવાની ખાતરી આરોપીઓએ આપી હતી. એડ્મિશનને બહાને પાંચ લાખ રૂપિયા લઈને આરોપીઓએ પ્રવેશ મળી ગયો હોવાનું જુઠ્ઠાણું ચલાવી ફરિયાદીને ગેરમાર્ગે દોર્યો હતો.
Also read: થાણેમાં એકમાત્ર કમળ! ગણેશ નાઈકની જાહેરાતથી શિવસેનામાં અસ્વસ્થતા…
જોકે બાદમાં પુત્રને એડ્મિશન ન મળ્યું હોવાનું ફરિયાદીને જાણવા મળતાં તેણે રૂપિયા પાછા માગ્યા હતા. વારંવાર રૂપિયા માગવા પર આરોપીઓએ માત્ર 40 હજાર રૂપિયા પરત કર્યા હતા. રૂપિયા માગ્યા તો જાનથી મારવાની ધમકી આરોપીએ આપી હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (PTI)