મહારાષ્ટ્ર

થાણેમાં બ્રિજ પરથી ખાડીમાં ઝંપલાવનારો યુવક ઘવાયો..

થાણે: થાણે જિલ્લામાં બ્રિજ પરથી ખાડીમાં ઝંપલાવનારા 26 વર્ષના યુવકને ગંભીર ઇજા પહોંચી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

યુવકની ઓળખ આદિત્ય ઉદયકાંત મિશ્રા તરીકે થઇ હોઇ તે ભિવંડીનો રહેવાસી છે. આદિત્યએ સોમવારે કશેળી બ્રિજ પરથી ખાડીમાં ઝંપલાવ્યું હતું અને માછીમારોની મદદથી તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

બાલકુમ ફાયર સ્ટેશનને સવારે 11.47 વાગ્યે ઘટનાની જાણ કરવામાં આવી હતી, એમ પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું.

કાલ્હેરથી થાણે તરફ પ્રવાસ કરતી વખતે આદિત્ય મિશ્રાએ પોતાનું ટૂ-વ્હીલર બ્રિજ પર થોભાવ્યું હતું. બ્રિજના કિનારે ટૂ-વ્હીલર પાર્ક કર્યા બાદ તેણે ખાડીમાં કૂદકો માર્યો હતો.

જોકે તે સીધો ખાડીમાં પડવાને બદલે પહેલા બ્રિજના સાંકળા ભાગ પર પટકાયો હતો, જેને કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી.

દરમિયાન ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીઓએ માછીમારોની મદદથી કલાક બાદ આદિત્યને બહાર કાઢ્યો હતો અને બાદમાં તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આદિત્ય ઘાયલ થયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button