મહારાષ્ટ્ર

લોજિસ્ટિક કંપનીમાંથી સ્માર્ટફોનની ચોરી,લાખો રૂપિયાની ઉચાપત: આઠ સામે ગુનો…

થાણે: થાણેમાં લોજિસ્ટિક એન્ડ સપ્લાય કંપનીમાં 31 લાખ રૂપિયાના હાઇ-એન્ડ સ્માર્ટફોનની ચોરી અને 23.8 લાખ રૂપિયાની ઉચાપત બદલ આઠ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અંબરનાથ વિસ્તારમાં કંપનીના પરિસરમાં 18 નવેમ્બર, 2025ના રોજ આરોપીઓએ ગેરકાયદે પ્રવેશીને 31.18 લાખ રૂપિયાના સ્માર્ટફોન ચોર્યા હતા.

એ સિવાય માર્ચ અને નવેમ્બર, 2025 દરમિયાન તેમણે ડિવિલરી હબમાં 23.87 લાખની ઉચાપત કરી હતી અને પુરાવા નષ્ટ કરવા માટે તેમણે ડિજિટલ વીડિયો રેકોર્ડર (ડીવીઆર)નો નાશ કર્યો હતો, એમ અંબરનાથ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.

દરમિયાન આ પ્રકરણે નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે આઠ લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button