કોર્ટ પરિસરમાં કેદીઓના હુમલામાં પોલીસ કર્મચારી ઘાયલ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

કોર્ટ પરિસરમાં કેદીઓના હુમલામાં પોલીસ કર્મચારી ઘાયલ

થાણે: થાણે જિલ્લામાં કોર્ટ પરિસરમાં ચાર કેદીએ કરેલા હુમલામાં પોલીસ કર્મચારી ઘાયલ થયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

કલ્યાણમાં ગુરુવારે આ ઘટના બની હતી. આઠ કેદીઓને ગુરુવારે કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા અને બાદમાં તેમને આધારવાડી જેલમાં પાછા લઇ જવામાં આવી રહ્યા હતા.

આ પણ વાંચો: શિકલગર ગૅન્ગના ચાર સભ્ય પકડાયા: ચોરીના 40 ગુના ઉકેલાયા

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બેસવાની જગ્યાને મુદ્દે ઝઘડો થતાં અચાનક ચાર કેદી હિંસક બન્યા હતા અને તેમણે પોલીસ કર્મચારી કિશોર પેટારે પર હુમલો કર્યો હતો, જેમાં તેને ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ ચાર કેદી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમની ઓળખ ગણેશ ઉર્ફે શાલુ મારોથિયા, આકાશ વાલ્મીકિ, યોગીન્દર ઉર્ફે ભોલુ ધરમવીર મારોથિયા અને વિવેક શંકર યાદવ તરીકે થઇ હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button