પ્રતિબંધિત કફ સિરપની 400 બોટલ જપ્ત: એકની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં પોલીસે પ્રતિબંધિત કફ સિરપની 400 બોટેલ પકડી પાડી હતી અને આ પ્રકરણે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
પોલીસની ટીમ શનિવારે કલ્યાણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ખાનગી હોસ્પિટલ નજીક મોટરસાઇકલ પર જઇ રહેલા યુવક પર તેમની નજર પડી હતી. યુવકની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને તાબામાં લેવાયો હતો.
આ પણ વાંચો : દારૂની બોટલ પરથી ટેક્સ દુર કરાય તો થાય આટલી સસ્તી, જાણો સરકાર કેટલો ટેક્સ વસુલે છે ?
પોલીસે મોટરસાઇકલની તલાશી લેતાં કોડીન મિશ્રિત કફ સિરપની 400 બોટલ મળી આવી હતી, જેની કિંમત 3.3 લાખ રૂપિયા થાય છે.
પોલીસ ટીમે કફ સિરપની બોટલ જપ્ત કરીને યુવકને તાબામાં લીધો હતો, જેની ઓળખ મોહંમદ મતાબ અનિસ રઇસ (33) તરીકે થઇ હતી. તેની વિરુદ્ધ બાઝારપેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. યુવકે કફ સિરપની બોટલો ક્યાંથી મેળવી અને તે કોને આપવા માટે અહીં આવ્યો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)



