મહારાષ્ટ્ર

થાણે કોર્ટે પત્નીની હત્યાના કેસમાં પતિને નિર્દોષ જાહેર કર્યો…

થાણે: થાણે જિલ્લાની કોર્ટે પત્નીની હત્યાના કેસમાં પચાસ વર્ષના પતિને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે જુબાનીઓમાં વિસંગતિઓ તેમ જ ફરિયાદ પક્ષ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ ગયો હોવાનું નોંધ્યું હતું. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે ડાયઘર વિસ્તારના રહેવાસી મોહંમદ તારીક પિરમોહંમદ શેખને તેની પત્ની શગુફ્તા શેખની હત્યાના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો.

કેસની વિગતો અનુસાર શગુફ્તા શેખ 19 મે, 2024ના રોજ તેના ઘરમાં અનેક ફ્રેક્ચર અને ઇજાઓ સાથે મૃત અવસ્થામાં મળી આવી હતી. શગુફ્તાના ભાઇ અને પિતાની જુબાની પર ફરિયાદ પક્ષનો કેસ આધાર રાખે છે, જેમણે આરોપ લગાવ્યો હતો કે આરોપી વારંવાર શગુફ્તા સાથે ઝઘડો કરતો હતો અને ઘટનાની રાતે આરોપીએ તેમને ફોન પર જણાવ્યું હતું કે તેણે શગુફ્તા પર લાઠીથી હુમલો કર્યો હતો, જેમાં તે બેભાન થઇ ગઇ હતી.

પોલીસે દાવો કર્યો હતો કે આરોપીએ ડાયઘર પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું અને ગુનો કબૂલ્યો હતો. પોસ્ટમોર્ટમમાં પણ હિંસક મૃત્યુની પુષ્ટિ થઇ હતી.કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે મૃતકના ભાઇએ જુબાની આપી હતી કે તેની બહેન તેને આરોપી દ્વારા કરાતો અભદ્ર ભાષાનો ઉપયોગ અને તેના ચારિત્ર્ય પર શંકા વિશે કહેતી હતુ, પરંતુ આ દલીલ ‘ખૂબ જ અસ્પષ્ટ’ છે. કોર્ટે મૃતકના પરિવારના સભ્યોની જુબાનીમાં વિસંગતીઓ પણ દર્શાવી હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button