તાડોબા ટાઈગર રિઝર્વમાં બે હાથી ઘૂસ્યા, વન વિભાગ એલર્ટ | મુંબઈ સમાચાર

તાડોબા ટાઈગર રિઝર્વમાં બે હાથી ઘૂસ્યા, વન વિભાગ એલર્ટ

ચંદ્રપુર: પડોશમાં આવેલા ગઢચિરોલી જિલ્લામાંથી મહારાષ્ટ્રના ચંદ્રપુર તાડોબા અંધારી ટાઇગર રિઝર્વમાં બે હાથી ઘૂસી ગયા બાદ ડ્રોન અને નાઈટ વિઝન ડિવાઈસની વિસ્તૃત મોનિટરિંગ મિકેનિઝમ (દેખરેખ વ્યવસ્થા) મૂકવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

તાડોબા ફિલ્ડ ડિરેક્ટર પ્રભુ નાથ શુક્લાએ જણાવ્યું હતું કે આ બંને ગજરાજ 30 મેએ હુમા નદી પાર કરીને તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ નજીકના ગામમાં પ્રવેશી કેટલાક પિંજરા નજીક ગયા હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના ટાઈગર ઝોન પર તોળાતું જોખમમાં

30 મેની રાત સુધીમાં તેમના પગના નિશાન તેઓ કઈ તરફ આગળ વધી રહ્યા છે એનો ખ્યાલ આવી ગયો છે. તેમના પર દેખરેખ રાખવા માટે અમે રિસ્પોન્સ ટીમ અને ઇકો-ડેવલપમેન્ટ સમિતિઓને કામે લગાડી છે. ટીમને નાઈટ વિઝન ઉપકરણ, ડ્રોન અને જરૂર પડ્યે હાથીઓને ભગાડવા માટે જરૂરી સામગ્રી આપવામાં આવી છે.

(પીટીઆઈ)

સંબંધિત લેખો

Back to top button