મહારાષ્ટ્ર
પુણેમાં જીબીએસના શંકાસ્પદ મૃત્યુનો આંક છ થયો
![guillain barre syndrome case reported in pune maharashtra](/wp-content/uploads/2025/01/gbs-outbreak-in-pune.jpg)
પુણે: પુણે જિલ્લામાં 63 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયા બાદ ગુલિયન-બેરે સિન્ડ્રોમ (જીબીએસ)ના શંકાસ્પદ મૃત્યુનો આંક વધીને છ થયો છે. તેમને સિંહગઢ રોડ પરની હોસ્પિલટમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમને તાવ, ઝાડા અને નબળાઈની તકલીફ હતી અને તપાસ બાદ તેમને જીબીએસ થયો હોવાનું નિદાન થયું હતું. તેમની તબિયત બુધવારે કથળી હતી અને ગંભીર ઈસ્કેમિક સ્ટ્રોક (મગજને લોહીનો પુરવઠો બંધ થઈ જવો) આવતાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ બાદ જીબીએસને કારણે મૃત્યુનો આંક છ થયો હતો, આમાંથી પાંચ શંકાસ્પદ જીબીએસના મૃત્યુ છે, એક ક્ધફર્મ જીબીએસનો દર્દી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં જીબીએસના પાંચ નવા કેસઃ કુલ કેસ ૧૬૩ થયા
ત્રણ નવા કેસ મળી આવતાં પુણેમાં જીબીએસના શંકાસ્પદ દર્દીની સંખ્યા વધીને 173 થઈ છે.