મહારાષ્ટ્ર

ઔરંગઝેબની કબર હટાવવા મુદ્દે સુપ્રિયા સુળેએ આપ્યું નિવેદન, સરકારે બધાની શ્રદ્ધાનો…

મુંબઈ: ઔરંગઝેબની કબરના મુદ્દે લાંબા સમયથી રાજ્યના રાજકારણમાં સળવળાટ થઈ રહ્યો છે. બીજી તરફ છત્રપતિ શિવાજી મહારાજ સહિત મહાપુરુષોના અપમાનને મુદ્દે મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઇતિહાસકારોએ ઈતિહાસનો અભ્યાસ કરીને ઔરંગઝેબની કબર હટાવવાનો રાજ્યનું માર્ગદર્શન કરવું જોઈએ એવો અભિપ્રાય રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એસપી)નાં સંસદ સભ્ય સુપ્રિયા સુળેએ વ્યક્ત કર્યો છે.

દરમિયાન રોહિત પવારે શનિવારે કહ્યું હતું કે કબર હટાવવાનું યોગ્ય નથી. અબુ આઝમીએ વિધાનસભામાં ઔરંગઝેબને સારો વહીવટકર્તા ગણાવતાં સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. જોકે, પછી તેમણે આ નિવેદન પાછું ખેંચી લીધું હતું, આ નિવેદન પછી ઔરંગઝેબની કબરને જડમૂળથી ઉખાડી ફેંકવાની વ્યાપક માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો: ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દે પ્રધાન શિરસાટ વિપક્ષી નેતા દાનવેએ તાણી સામસામી તલવારો

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પણ આ માંગને સમર્થન આપ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી – એસપી) દ્વારા આ કબરને તોડી ન પાડવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે.

સુપ્રિયા સુળેએ દલીલ કરી હતી કે જય શિવરાય બોલવા સામે કોઈ વાંધો ન હોવો જોઈએ. તેઓ રાજ્યના છત્રપતિ છે, જય શિવરાય સમાનતાની ભાષા છે, રૈયતનું રાજ્ય છે. આ બધી સારી બાબતો છે તે ધ્યાનમાં રાખી જયંત પાટીલે જણાવ્યું છે.

અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ ભગવાન છે. ઔરંગઝેબની કબર વિશે મારો અભિપ્રાય એવો છે કે ઇતિહાસકારોએ ઇતિહાસનો અભ્યાસ કરી રાજ્યનું માર્ગદર્શન કરવું જોઈએ. સાચો ઈતિહાસ લોકોને ખબર પડવો જોઈએ. હું સરકારને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તે દરેકની આસ્થાનું સન્માન કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button