આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભીમા કોરેગાંવ કેસના આરોપી શોમા સેનને સુપ્રીમ કોર્ટના શરતી જામીન

નાગપુર: ભીમા કોરેગાંવ હિંસાના આરોપી અને નાગપુર યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર શોમા સેનના સુપ્રીમ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા. ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ તેમની સામે નક્સલવાદીઓ સાથે કથિત સંબંધ હોવાના આરોપસર તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

છ જૂન 2018માં શોમા સેનની ધરપકડ કરવામાં આવી હતી. સેનના જામીનની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે યુએપીએ કાયદા હેઠળ આરોપીના જામીન નામંજૂર કરવાની કોઈ જવાબદારી નથી અને આ ઉપરાંત, સેન મોટી ઉંમરના છે અને તેઓ લાંબા સમયથી જેલમાં છે. બીજી તરફ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનએનઆઇએ) આ સંદર્ભમાં કહ્યું હતું કે સેનને વધુ સમય માટે જેલમાં રાખવાની જરૂર નથી. જેથી સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે સેનને જામીન આપવાનો આદેશ આપ્યો હતો.


અદાલતની શરત મુજબ ભીમા કોરેગાવના આરોપી શોમા સેનને અદાલતની પરવાનગી સિવાય મહારાષ્ટ્ર છોડીને જવા મળશે નથી. આ સાથે સેનનો પાસપોર્ટ પર એનઆઇએના અધિકારીઓ પાસે જમા કરાવવો પડશે અને સેને તેમના મોબાઇલની લોકેશન હંમેશા માટે ચાલુ રાખવાની સાથે તેની માહિતી એનઆઇએના અધિકારીઓને આપવાની રહેશે. ભીમાકોરેગાવની હિંસામાં 16 આરોપીઓમાંથી શોમા સેન છઠ્ઠા આરોપી છે જેને કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જામીન મળેલા છ આરોપીઓમાં સુધા ભારદ્વાજ, આનંદ તેલતુમ્બડે, વર્નોન ગોન્સાલ્વિસ, અરુણ ફરેરા, વરવરા રાવ અને ગૌતમ નવલખા સામેલ છે.


સુપ્રીમ કોર્ટમાં શોમા સેનના વકીલે દલીલ કરી હતી કે તેમણે કહ્યું હતું કે યુએપીએ કાયદા હેઠળ સેન વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા નથી અને એનઆઇએએ સેનના નક્સલવાદી ચળવળ સાથેના સંબંધ છે એ બાબતે પણ કોઈ પુરાવા રજૂ કર્યા નથી. એનઆઈએએના વકીલે સેનના વકીલની દલીલને અગાઉની સુનાવણીમાં ફગવવામાં આવી હતી પણ ત્યારબાદ સેનને વધુ સમય સુધી અટકાયતમાં રાખવાની જરૂર નથી, એ બાબતને એનઆઇએએ પણ સ્વીકારી હતી, જેથી આરોપી સોમા સેનને અદાલતે અમુક શરતો સાથે જામીન મંજૂર કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button