પુણેની હોસ્પિટલમાં ઓન-ડ્યુટી પોલીસને ‘SLAP’મારતા BJPના વિધાન સભ્ય સામે નોંધાયો કેસ
પુણે: પુણેમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને કથિત રીતે થપ્પડ મારવા બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય સામે ગુનો નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે આજે જણાવ્યું હતું. શુક્રવારે બનેલી ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં પુણે કેન્ટોન્મેન્ટ મતવિસ્તારના ધારાસભ્ય સુનીલ કાંબલેએ પૂણેની સાસૂન જનરલ હોસ્પિટલમાં ફરજ પરના કોન્સ્ટેબલને લાફો માર્યો હતો.
પુણેમાં એક કાર્યક્રમમાં બીજેપી વિધાન સભ્ય સુનીલ કાંબલેતેમનો પિત્તો ગુમાવતા અને પોલીસ અધિકારીને થપ્પડ મારતા દર્શાવતો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી અને મોટી સંખ્યામાં શેર કરવામાં આવેલી આ ક્લિપમાં ભાજપ નેતા સ્ટેજ પરથી ઉતરતી વખતે સંતુલન ગુમાવતા અને ઠોકર ખાતા જોવા મળે છે. ગુસ્સામાં, તેઓ ફરજ પરના પોલીસ અધિકારીને થપ્પડ મારતા જોવા મળે છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ હાજર રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, આ ઘટના શુક્રવારે પૂણેની સાસૂન હોસ્પિટલમાં ટ્રાન્સજેન્ડર વોર્ડના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બની હતી. ભાજપના વિધાન સભ્યના પગલાથી વિપક્ષો નારાજ થયા છે. કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કાંબલેની નિંદા કરી હતી.
સોશિયલ મીડિયા X પર ઘટનાની એક ક્લિપ શેર કરતા, કોંગ્રેસ નેતાએ હિન્દીમાં લખ્યું હતું કે, ‘ગઈકાલે અબ્દુલ સત્તારથી લઈને આજે બીજેપી ધારાસભ્ય સુનીલ કાંબલે સુધી, ભ્રષ્ટ શક્તિનું પ્રદર્શન ચાલુ છે. શાસક વિધાનસભ્યની નીડરતા જુઓ કે તેમણે ફરજ પરના પોલીસકર્મીને રીતે થપ્પડ મારી હતી. શું ગૃહમંત્રી આ બાબતે ધ્યાન આપશે? પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ ભાજપના વિધાનસભ્ય સુનિલ કાંબલે સામે તાકીદે કાર્યવાહી કરવી હિતાવહ છે, અથવા પોલીસને તેમની સામે ફરિયાદ દાખલ કરતા રોકવાના પ્રયાસો કરવામાં આવશે.’
શિવસેનાના સુષ્મા અંધારેએ પણ કાંબલેની જાણ કરેલી કાર્યવાહીની ટીકા કરતા જણાવ્યું હતું કે , “ભાજપના વિધાન સભ્ય સુનીલ કાંબલે તેમના અપમાનજનક ભાષા, હિંસા અને તેમની ગુંડાગીરીની યુક્તિઓ અજમાવવા માટે જાણીતા છે. તેઓ આવું વર્તન કરી શકે છે કારણ કે ભાજપના વિધાન સભ્ય તરીકે, તેમને પક્ષ દ્વારા આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવાની પરવાનગી આપવામાં આવી છે.” અહેવાલો અનુસાર, કાંબલેએ થપ્પડ મારવાની ઘટનામાં તેની સંડોવણીનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેણે સીડી પરથી ઉતરતી વખતે માત્ર એક વ્યક્તિને ધક્કો માર્યો હતો.