મહારાષ્ટ્ર
લોનાવલાના ટાઇગર પોઇન્ટ નજીક સબ-ઇન્સ્પેક્ટરે વૃક્ષ સાથે ગળાફાંસો ખાધો
પુણે: પુણેના ખડકી પોલીસ સ્ટેશનમાં કાર્યરત સબ-ઇન્સ્પેક્ટર અણ્ણા ગુંજાળે લોનાવલા ખાતે ટાઇગર પોઇન્ટ નજીક વૃક્ષ સાથે ગળાફાંસો ખાધો હતો.
અણ્ણા ગુંજાળ છેલ્લા ત્રણ દિવસથી પોલીસ સ્ટેશનમાં આવ્યો નહોતો અને તેનો મોબાઇલ પણ નૉટ રિચેબલ હતો. આથી ચિંતિત પરિવારજનોએ તેની શોધ આદરી હતી. જોકે ગુંજાળનો કોઇ જ પત્તો ન લાગતાં તેમણે મિસિંગની ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: વિરારમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે ઘરમાં ગળાફાંસો ખાધો
દરમિયાન પોલીસ ક્ધટ્રોલ રૂમના નંબર પર એક કૉલ આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ અધિકારીઓ લોનાવલા પહોંચ્યા હતા, જ્યાં ટાઇગર પોઇન્ટ પાસે ગુંજાળ વૃક્ષ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. લોનાવલા ગ્રામીણ પોલીસે ગુંજાળના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા બાદ આ પ્રકરણે તપાસ આદરી હતી.