Video: રોડ પર ટ્રાફિક જામ હતો, તો સતારાનો વિધાર્થી પેરાગ્લાઈડિંગ કરી પરીક્ષા આપવા પહોંચ્યો

સતારા: મહિનાઓની મહેનત બાદ આવતી પરીક્ષા માટે વિદ્યાર્થીઓ મહત્વની હોય છે, આ પરીક્ષા ચુકી જવાથી વિદ્યાર્થીની મહેનત પર પાણી ફરી શકે છે. મહારાષ્ટ્રના સતારા(Satara)નો એક વિદ્યાર્થીએ પરીક્ષા ચુકી જ ગયો હતો પણ છેલ્લી ઘડીએ એક યુક્તિ અપનાવીને, કોલેજ પહોંચ્યો હતો.
મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક વિદ્યાર્થીએ ટ્રાફિકથી બચીને સમયસર કોલેજ પહોંચવા માટે પેરાગ્લાઈડીંગ કરીને (Student paraglide to exam center) પહોંચ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો. વાઈ તાલુકાના પસારાની ગામના વિદ્યાર્થી સમર્થ મહંગડેને ખબર પડી કે તે કોલેજની પરીક્ષા માટે મોડો પડી રહ્યો છે, તેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે થોડી જ મિનિટો બાકી છે, ત્યારે તેણે એક અનોખો અને જોખમી રસ્તો અપનાવ્યો.
આ પણ વાંચો: ગોવામાં પેરાગ્લાઈડિંગ વખતે દોરડું તૂટ્યુંઃ પુણેની મહિલા સહિત પાઈલટનું મોત
વાયરલ વીડિયોમાં, સમર્થ પેરાગ્લાઈડિંગ ગિયર પહેરી કોલેજ બેગ સાથે આકાશમાં ઉડતો જોઈ શકાય છે, તે તેના પરીક્ષા કેન્દ્ર નજીક ઉતર્યો અને પરીક્ષા આપી. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમર્થ તેની પરીક્ષાના દિવસે અંગત કામ માટે પંચગીનીમાં હતો. તેને ખ્યાલ આવ્યો કે તે વાઈ-પંચગણી રોડ પર ભારે ટ્રાફિકમાં ફસાઈ જશે, એવામાં તેણે પેરાગ્લાઈડિંગ કરીને સીધા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાનું નક્કી કર્યું.
આ પણ વાંચો: હિમાચલમાં પેરાગ્લાઈડિંગ દુર્ઘટનામાં અમદાવાદની યુવતીનું મૃત્યુ, 24 કલાકમાં બની બીજી ઘટના…
અહેવાલ મુજબ, સમર્થને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે એડવેન્ચર સ્પોર્ટ્સ એક્સપર્ટ ગોવિંદ યેવલે અને પંચગણીના જીપી એડવેન્ચરની ટીમે મદદ કરી હતી.
સતારાના પોલીસ અધિકારી જણાવ્યું હતું કે એ દિવસે પસારણી ઘાટ પર ટ્રાફિક જામ સામાન્ય હતો. પણ કઇ નહીં, એક વિદ્યાર્થી માટે દરેક સેકન્ડ મહત્વની હતી.