મહારાષ્ટ્ર
બાઈકની ટક્કરથી રિક્ષા ઊંધી વળી જતાં વિદ્યાર્થિનીનું મૃત્યુ: છ જખમી

પાલઘર: પાલઘર જિલ્લાના દહાણુ-જવ્હાર રોડ પર બાઈકની ટક્કરથી રિક્ષા ઊંધી વળી જતાં 14 વર્ષની શાળાની વિદ્યાર્થિનીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે છ જણ ઘવાયા હતા.
કાસા પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની સવારે ચારોટી ગામ નજીક બની હતી. રિક્ષા રસ્તીની વચ્ચે ઊભી હતી અને સામેની દિશામાંથી આવેલી પૂરપાટ વેગે આવેલી બાઈક રિક્ષા સાથે ભટકાઈ હતી.
આ પણ વાંચો :ચોમાસા દરમિયાન પાલઘરમાં picnic places પર પ્રતિબંધિતના આદેશો
બાઈક ટકરાતાં રિક્ષા ઊંધી વળી ગઈ હતી. આ ઘટનામાં રિક્ષામાં હાજર સંગીતા ડોકફોડેનું મૃત્યુ થયું હતું. સંગીતા સ્કૂલે જવા માટે રિક્ષામાં બેઠી હતી. ઘવાયેલા છમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું પોલીસનું કહેવું છે.
જખમીઓને કાસા ઉપજિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)