તોફાન પવનોને કારણે સેકડો માછીમારી બોટ પરત ફરી

ઉરણ: રવિવારે અચાનક સર્જાયેલા તોફાની પવનને કારણે, ત્રણ દિવસ પહેલા ઊંડા દરિયામાં માછીમારી માટે ગયેલી બોટો અધવચ્ચેથી પાછી ફરી છે. દરમિયાન, મુંબઈથી થોડા અંતરે આવેલા ઉરણ વિસ્તારમાં એક માછીમારી બોટ ડૂબી ગઈ હતી. જોકે, તેના ક્રૂને બચાવી લેવામાં આવ્યા છે. આ સિઝનમાં આ નવમી વખત વાવાઝોડાને કારણે માછીમારોને જબરદસ્ત આર્થિક નુકસાન થયું છે.
દરિયો તોફાની બનતાં ભયસૂચક સિગ્નલ દર્શાવવવામાં આવ્યુ હતું. આ કારણે માછીમારી માટે રવાના થયેલી બોટોને પાછા ફરવું પડ્યું હતું. આ ફેરી માટે બરફનો ખર્ચ કરનાર ૨૫૦થી વધુ બોટોએ કરંજા બંદરે અને ૧૮૦થી વધુ બોટોએ કોકણના વિવિધ બંદરો પર આશરો લીધો હતો.
આપણ વાચો: કાર્ગો શિપ માછીમારીની બોટ સાથે ટકરાઈ: 15 માછીમારને બચાવાયા
આ તોફાની પવનને કારણે માછીમારી માટે અડધા દરિયે ગયેલી બોટો પાછી ફરી હતી. પરિણામે, આ માટે ખર્ચવામાં આવેલો ત્રણ લાખથી વધુનો ખર્ચ વ્યર્થ ગયો છે. આમ, આ તોફાની પવને માછીમારોને નુકસાન પહોંચાડ્યું છે.
બીજી તરફ, તહેવાર બાદ માછલીની માંગ વધી છે. નવરાત્રી અને દિવાળીને કારણે માછલી ખાનારાઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાથી બજારમાં ભાવ પણ ઘટી ગયા હતા.



