આમચી મુંબઈમહારાષ્ટ્ર
મુંબઈમાં અટકી પડેલા ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે વિવિધ કારણોસર મુંબઈમાં અટકી પડેલા અનેક ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટને ગતિ આપવા માટે રવિવારે આયોજિત કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
સરકારી કોર્પોરેશનો અને સત્તાવાળાઓ દ્વારા મુંબઈ મહાનગરમાં અટકી પડેલા ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી.
આ યોજના હેઠળ કુલ 228 ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. તેથી 2,18,931 ફ્લેટ બનાવવામાં આવશે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા, મ્હાડા, સિડકો, મહાપ્રીત, એમઆઈડીસી, મહાહાઉસિંગ, શિવશાહી પુનર્વસન પ્રોજેક્ટ, એમએમઆરડીએ જેવા કોર્પોરેશનો અને સત્તાવાળાઓને સંયુક્ત ભાગીદારીના ધોરણે આ પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.