મહારાષ્ટ્ર

વૃદ્ધ માતા-પિતાને ઘરમાંથી, કાઢી મૂકનારા પુત્ર વિરુદ્ધ ગુનો

પાલઘર: વ્યવસાયના હિસાબકિતાબ અંગે પૂછપરછ કરનારા વૃદ્ધ પિતા અને માતાને પુત્રએ ઘરમાંથી કાઢી મૂક્યા હોવાની ઘટના પાલઘર જિલ્લામાં બનતાં પોલીસે પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર વિક્રમગઢ તાલુકામાં રહેતા 75 વર્ષના પિતાનો 44 વર્ષના પુત્ર સાથે ગયા મહિને વિવાદ થયો હતો. પરિવારની માલિકીની રેસ્ટોરાં, બાર અને રિસોર્ટ્સના મૅનેજમેન્ટને મુદ્દે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી.

આરોપીના પિતા સમાજસેવક છે અને સ્થાનિક સિનિયર સિટિઝન્સ ઍસોસિયેશનના પ્રમુખ છે. તેમણે વ્યવસાયના હિસાબકિતાબ અંગે પૂછપરછ કરતાં પુત્ર ગિન્નાયો હતો.

વિક્રમગઢ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પિતા-પુત્ર વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. રોષમાં પુત્રએ અમુક વસ્તુઓ પિતા સામે છુટ્ટી ફેંકી હતી અને તેમની મિલકતને તાળાં લગાવી દીધાં હતાં.

આ પણ વાંચો : નવી મુંબઈમાં restaurant’s waiter marathi નહીં બોલતા થપ્પડ પડી, રાજકારણ ગરમાયું

પુત્રએ પિતા સાથે 74 વર્ષની માતાને પણ ઘરની બહાર કાઢી મૂકી હતી. માતા-પિતા અત્યારે પુત્રીની સંભાળ હેઠળ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પ્રકરણે ફરિયાદને આધારે પોલીસે શનિવારે દંપતીના પુત્ર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 336, 427 અને 506 તેમ જ મેઈન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર ઑફ પોરેન્ટ્સ અને સિનિયર સિટિઝન્સ ઍક્ટની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button