ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

…તો મહારાષ્ટ્રમાં હવે ‘આ’ સંકટ ઊભું થશે, કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું….

નાગપુરઃ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન, કાંદાની નિકાસ પ્રતિબંધની સાથે હવે પાવર સંક્ટ ઊભું થઈ શકે છે. ધીમે ધીમે શિયાળાના વિદાય પછી હવે ગરમીનું પ્રમાણ વધવાની સાથે પાવરના વપરાશમાં વધારો થશે, ત્યારે હવે રાજ્યમાં પાવર સંકટ ઊભું થવાના એંધાણ છે. કોન્ટ્રાક્ટ કામદારોની સંયુક્ત કાર્ય સમિતિએ ત્રણ વીજ કંપનીઓ અને સરકારને કામદારની માંગણીઓ માટે ૨૮ ફેબ્રુઆરીથી બે દિવસની હડતાળ અને ૫ માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળની નોટિસ આપી છે, જેના કારણે રાજ્યમાં વીજ વ્યવસ્થા ખોરવાઈ જવાનો ભય છે.

લગભગ ૪૨,૦૦૦ કોન્ટ્રાક્ટ કામદાર મહાવિતરણ, મહાનિર્મિત્રી, મહાપારેશણ જેવી સરકારી વીજ કંપનીઓમાં વર્ષોથી કોન્ટ્રાક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમને કાયમી કરવાની માંગણી માટે સમયાંતરે આંદોલનો થયા હતા, પરંતુ વચન સિવાય કંઈ મળ્યું નથી. જેના કારણે કોન્ટ્રાક્ટ કામદારોમાં રોષ ફેલાયો છે.

દરમિયાન રાજ્યના ૨૫થી વધુ ટ્રેડ યુનિયને ત્રીજી ફેબ્રુઆરીએ ઊર્જા પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ગૃહ શહેર નાગપુરમાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું, જે મુજબ ૨૧ ફેબ્રુઆરીએ રાજ્યભરમાં સવારે દસથી ૫.૩૦ દરમિયાન ધરણાં ધર્યાં હતા. ઉપરાંત, બીજા તબક્કામાં ૨૮ અને ૨૯ ફેબ્રુઆરીએ રાજ્યભરમાં ૪૮ કલાકની હડતાળ રહેશે. સંયુક્ત કાર્ય સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર માંગણીઓ સાથે સંમત નહીં થાય તો ૫ માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે.

સરકારે રાનડે સમિતિ સહિત અન્ય સમિતિઓની રચના કરી છે. જ્યારે આ સમિતિઓના અહેવાલો અમલમાં ન આવતાં, ફરીથી નવી સમિતિ બનાવવાનું ‘નાટક’ કરવામાં આવ્યું હતું. પરંતુ સરકાર ન્યાય ન આપે ત્યાં સુધી એક્શન કમિટી પીછેહઠ કરશે નહીં, એમ નિલેશ ખરાત, રાજ્ય પ્રમુખ, મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી કોન્ટ્રાક્ટર વર્કર્સ યુનિયન (બીએમએસ) એ જણાવ્યું હતું.
શું છે માંગણીઓ?

  • ત્રણેય પાવર કંપનીઓમાં ખાલી જગ્યાઓ માટે કોન્ટ્રાક્ટ કામદારોને સમાવવા
  • જ્યાં સુધી કોન્ટ્રાક્ટ સ્ટાફ કાયમી ન થાય ત્યાં સુધી ત્યાં નિયમિત ભરતી ન કરવી
  • ૧ એપ્રિલથી કોન્ટ્રાક્ટ કામદારોના કુલ પગારમાં ૩૦ ટકાનો વધારો
  • મનોજ રાનડે કમિટીના રિપોર્ટની ભલામણોનો તાત્કાલિક અમલ કરો
  • ૬૦ વર્ષની વય સુધીના કોન્ટ્રાક્ટ કામદારોને કોન્ટ્રાક્ટર વિના કાયમી રોજગાર પ્રદાન કરો
  • કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કામદારોની માફક સમાન કામ માટે સમાન વેતન આપવું વગેરે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress