શિંદે, આ ‘થ્રી ઇડિયટ્સ’ બંધ કરો: શિવસેનાના વિધાનસભ્યએ એનસીપીની આકરી ટીકા
મુંબઈ: મહાયુતિ સરકારને સત્તામાં આવ્યાને 4-5 મહિના થઈ ગયા છે, હવે પાલક પ્રધાનની નિમણૂંક પછી, ભરતશેઠ અને અન્ય વિધાનસભ્યોને અંદાજ આવ્યો છે કે સુનીલ તટકરેએ તેમની વિરુદ્ધ કામ કર્યું હતું. જો તટકરે ચૂંટણી દરમિયાન વિરોધ પક્ષમાં કામ કરી રહ્યા હતા, તો તેમણે તે જ સમયે પોતાનો અવાજ ઉઠાવવો જોઈતો હતો. મહાયુતિનો ભાગ રહેલી પાર્ટીને બદનામ કરવા માટે જાણી જોઈને આ સમય પસંદ કરવામાં આવ્યો છે. તેથી, મારી નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એક વિનંતી છે. આ ‘થ્રી ઈડિયટ્સને બંધ કરાવો, તેઓ હવે કુસ્તી કરવા લાગ્યા છે એવા શબ્દોમાં એનસીપીના યુવા પ્રદેશ પ્રમુખ અને પ્રવક્તા સૂરજ ચવ્હાણે આકરી ટીકા કરી છે. રાયગઢના પાલક પ્રધાનપદ પર ચાલી રહેલા વિવાદ પર તેમના આ નિવેદન પછી સંઘર્ષ વધવાના એંધાણ જોવાઈ રહ્યા છે.
સૂરજ ચવ્હાણે એક મરાઠી ચેનલને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘આ ત્રણેય મહાયુતિને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવું વર્તન કરી રહ્યા છે. તેમણે તેમના નેતૃત્વ સાથે કોઈ પણ સમસ્યા હોય તો તે યોગ્ય સ્થળે ઉઠાવવી જોઈએ. તેમને મહાયુતિ દ્વારા નિયુક્ત સંકલન સમિતિ સમક્ષ વાતો રજૂ કરવી જોઈએ. જોકે, આ ત્રણેય જાહેરમાં બોલીને મહાયુતિને તોડી પાડવાનું કામ કરી રહ્યા છે. તો, શિંદે સમયસર આ લોકોને રોકો. જો તેમને હરાવવાનું કાવતરું થયું હતું, તો તેમણે ચૂંટણીના સમયગાળા દરમિયાન બોલવું જોઈતું હતું. પાલક પ્રધાનપદ ન મળવાના પગલે થતા આક્ષેપો રાજકીય કારણોસર કરવામાં આવે છે. તેમણે એવો આરોપ લગાવ્યો કે આ તટકરે પરિવારને બદનામ કરવાનું કાવતરું છે.
આ પણ વાંચો : મહાયુતિના વડાઓ પાલક પ્રધાનનો નિર્ણય લેશે: અદિતિ તટકરે
આવા આક્ષે5ો આ વિધાનસભ્યોની બૌદ્ધિક નાદારી પણ દર્શાવે છે. અમારા ત્રણ વિધાનસભ્યો છે એટલે અમને પાલક પ્રધાનપદ મળવું જોઈએ, પાલક પ્રધાનની નિયુક્તિ માટે ક્યા માપદંડ અપનાવવામાં આવે છે તેની કદાચ આ લોકોને જાણકારી નહીં હોય. મને લાગે છે કે આ લોકો નક્કી કરેલા માપદંડોથી વાકેફ નહીં હોય, અથવા કદાચ શિંદેએ તેમના બૌદ્ધિક સ્તરને ધ્યાનમાં રાખીને તેમને પાલક પ્રધાનપદ ન આપ્યું હોય. વાશિમ જિલ્લામાં ભલે એનસીપીનો કોઈ વિધાનસભ્ય ન હોય, પણ અમારી પાસે પાલક પ્રધાનપદ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાનોએ આ ત્રણેય બાબતોનો વિચાર કરવો જોઈએ. સૂરજ ચવ્હાણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ લોકો જ્યેષ્ઠોના નિર્ણયને પડકારી રહ્યા છે.