આઝમીની ઔરંગઝેબ સંબંધી ટિપ્પણી મહારાષ્ટ્રના ગૌરવનું અપમાન: શિવસેના | મુંબઈ સમાચાર

આઝમીની ઔરંગઝેબ સંબંધી ટિપ્પણી મહારાષ્ટ્રના ગૌરવનું અપમાન: શિવસેના

પુણેમાં વિરોધ પ્રદર્શન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
શિવસેનાના પુણે એકમ દ્વારા સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમીના વિરોધમાં બુધવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આઝમીના મોગલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરનારા નિવેદન એ વાસ્તવમાં મહારાષ્ટ્રના ગૌરવનું અપમાન છે એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: Aurangzeb raw: અબુ આઝમીનો વિવાદ પહોંચ્યો ઉત્તર પ્રદેશ, યોગીએ ઝાટક્યા તો અખિલેશ આવ્યા બચાવમાં

ઔરંગઝેબ દ્વારા હિન્દુઓ પર ભારે અત્યાચાર કરવામાં આવ્યા હતા અને તેમના ધર્મ પરિવર્તન કરવા માટેના પ્રયાસોને બિરદાવી શકાય નહીં અને તેથી આઝમી સામે દેશ દ્રોહનો ગુનો નોંધવામાં આવવો જોઈએ, એમ શિવસેનાના શહેર પ્રમુખ પ્રમોદ ભાનગીરેએ કહ્યું હતું. પુણેના સારસબાગ વિસ્તારમાં દેખાવો કરવામાં આવ્યા હતા અને આઝમીની નનામી સળગાવવામાં આવી હતી.

આઝમીને બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સત્રના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સંબંધિત લેખો

Back to top button