મહારાષ્ટ્ર

તો શું શિવસેના NDAમાં વાપસી કરશે? I.N.D.I.A ગઠબંધનની બેઠકથી બનાવી દૂરી

મુંબઈઃ 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએને 292 સીટો મળી છે જ્યારે I.N.D.I.A એલાયન્સને 234 સીટો મળી છે. જ્યારે અન્યને 17 બેઠકો મળી હતી. ચૂંટણી પરિણામો બાદ એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ બંને સહયોગી પક્ષોને આકર્ષવામાં વ્યસ્ત છે. સૂત્રોનું માનીએ તો I.N.D.I.A એલાયન્સે બિહારના સીએમ નીતીશ કુમારને ડેપ્યુટી પીએમ પદની ઓફર પણ કરી છે.

બીજું, I.N.D.I.A ગઠબંધન આંધ્ર ટીડીપી પાર્ટીના વડા ચંદ્રાબાબુ નાયડુને પણ પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ બંને NDAની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. NDAની બેઠક બાદ બુધવારે સાંજે 6 વાગ્યે દિલ્હીમાં I.N.D.I.A એલાયન્સની બેઠક યોજાઈ હતી. જે બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોટું નિવેદન આપતા કહ્યું કે જનાદેશ મોદી સરકારની વિરુદ્ધ છે, પરંતુ I.N.D.I.A ગઠબંધન સરકાર નહીં બનાવે.

Read More: Election Result: કોંકણમાં કોણે વગાડ્યા ડંકા? ‘મહાયુતિ’નું ખાતામાં 7 બેઠક

આ દરમિયાન મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શિવસેના (UBT) ચીફ પોતાની વ્યૂહરચના બદલતા જણાય છે. દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ હાજરી આપી ન હતી. બીજી તરફ એનસીપી ચીફ અજિત પવાર પણ NDAની બેઠકથી દૂર રહ્યા હતા. જોકે, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ દિલ્હીમાં NDAની બેઠકમાં હાજરી આપી હતી.

નોંધનીય છે કે શિવસેના (UBT)એ મહારાષ્ટ્રમાં 9 સીટો જીતી છે. તે જ સમયે, NCP (શરદ પવાર) એ 8 બેઠકો જીતી છે અને કોંગ્રેસે એકલાએ 13 બેઠકો જીતી છે. તે જ સમયે એકલા ભાજપે 9 બેઠકો, શિવસેના (શિંદે) 7 અને NCP (અજિત પવાર) 1 બેઠક જીતી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 23 બેઠકો જીતી હતી. સત્તાની સાઠમારીમાં હવે ઉદ્ધવ પણ મહત્વના પરિબળ તરીકે ઉભરી રહ્યા છે. રાજનીતિમાં તો આમ પણ કોઇ કાયમી મિત્ર કે કાયમી શત્રુ હોતો નથી. નીતીશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ પછી હવે બધાની નજર ઉદ્ધવ ઠાકરે પર છે કે ઠાકરે ફરી એકવાર NDAમાં જોડાશે કે પછી ઠાકરે કોઈ નવી ચાલ ચાલવાની વેતરણમાં છે.

Read More: Smriti Iraniને હરાવનારા કે. એલ શર્માને દિલ્હી ખાતે સોનિયા ગાંધીએ શું કહ્યું…

ચૂંટણીની શરૂઆત પહેલા જ ઉદ્ધવ ઠાકરેની વાપસીની અટકળો ચાલી રહી હતી. એમ કહેવાય છે કે ઉદ્ધવ ઠાકરે અને પીએમ મોદી વચ્ચે ઘણા સારા સંબંધો છે. ભાજપ આ લાગવગનો ઉપયોગ કરીને ઉદ્ધવને પરત લાવવાનો પ્રયાસ કરી શકે છે. શિવસેનાની NDAમાં વાપસી ભાજપ માટે અને દેશ માટે પણ સારા સમાચાર હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button