શિવસેનાએ પહલગામના હુમલાખોરોની ઓળખ માટે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ પહલગામ હુમલાખોરોની ઓળખ માટે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે, એમ પાર્ટીના એક કાર્યકર્તાએ ગુરુવારે જણાવ્યું હતું.
શિવસેનાના સોશ્યલ મીડિયા પ્રભારી રાહુલ કનાલે જણાવ્યું હતું કે આ જાહેરાત જમ્મુ અને કાશ્મીર પોલીસે શંકાસ્પદ આતંકવાદીઓના ફોટા જાહેર કર્યાના પ્રતિભાવમાં કરવામાં આવી છે, જેણે 20 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: પહલગામ હુમલા સુધી પાકિસ્તાનના પાપનો ઘડો ભરાઈ ગયો હતોઃ આર્મીએ ફરી કર્યા મોટા ખુલાસા…
‘અમે આતંકવાદ અને તેને ટેકો આપનારાઓ સામે મજબૂત રીતે ઉભા છીએ. અમે નાગરિકોને એવી કોઈપણ માહિતી સાથે આગળ આવવા વિનંતી કરીએ છીએ જે આ ગુનેગારોને ન્યાય અપાવવામાં મદદ કરી શકે.
‘પુરસ્કારની રકમ ઉમેરીને અમારું લક્ષ્ય એ સુનિશ્ર્ચિત કરવાનું છે કે દોષિતોને જવાબદાર ઠેરવવામાં આવે અને પીડિતો અને તેમના પરિવારોને ન્યાય મળે,’ એમ શિંદેને ટાંકીને કનાલે કહ્યું હતું.