આમચી મુંબઈમહારાષ્ટ્ર

એમટીએનએલ-બીએસએનએલને કેન્દ્ર પરવાનગી નથી આપતું,ફાઇવ-જી સેવા બાબતે શિવસેના સાંસદનો કેન્દ્ર પર આક્ષેપ

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ દ્વારા કેન્દ્ર સરકાર એમટીએનએલ અને બીએસએનેએલ જેવી સરકારી દૂરસંચાર કંપનીઓને ફાઇવ-જી અને ફોર-જી સેવા શરૂ કરવાની પરવાનગી ન આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કારણે ગ્રાહકોને પણ મોટું નુકસાન થઇ રહ્યું હોવાનું ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું હતું.

સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ(પહેલા ટ્વિટર) પર પોસ્ટ મૂકતા સાવંતે 21 મે, 2024ના રોજ દૂરસંચાર ખાતાના સેક્રેટરીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ચીફ સેક્રેટરીઓને લખેલો પત્ર ટેગ કર્યો હતો. આ પત્રમાં એમટીએનએલ અને બીએસએનએલના સરપ્લસ લૅન્ડ અને બિલ્ડીંગ એસેટ્સ(ઇમારત સહિતની મિલકતો)ને મોનીટાઇઝ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. 2019માં કેન્દ્રીય પ્રધાન મંડળે બીએસએનએલ અને એમટીએનએલના પુનરુત્થાન માટે મંજૂરી આપી હતી. આ બંને કંપનીઓ દિલ્હી અને મુંબઈ સહિત આખા દેશમાં મુખ્ય વિસ્તારોમાં મિલકતો ધરાવે છે. આ મિલકતો સરકારી ખાતાઓ, પબ્લિક સેક્ટર યુનિટ તેમ જ સરકારી સંસ્થાઓને વેચાણ માટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : હવે વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટઃ ભુજબળના નિવેદનથી ભાજપ-શિવસેના નારાજ?

સાવંતે આ પત્રના સમય ઉપર પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યું હતું કે 2019થી અત્યાર સુધી સેક્રેટરી શું કરતા હતા એ તેમને પૂછવું જોઇએ. આ બીજું કંઇ નહીં પરંતુ બીએસએનએલ-એમટીએનએલને ખતમ કરવાનો પ્રયત્ન છે. આત્મનિર્ભર ભારતના નારા અંતર્ગત કેન્દ્ર સરકારે બીએસએનએલ-એમટીએનએલને ફોર-જી અને ફાઇવ-જી સેવા પણ શરૂ કરવા નહોતી દેવાઇ જેના કારણે ગ્રાહકોનું મોટું નુકસાન થયું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button