એકનાથ શિંદેના વધુ એક નેતા પર કેશ બોમ્બપ્રધાન ભરત ગોગાવલેનો નોટોના બંડલ સાથેનો કથિત વીડિયો શેર કર્યો…

ગોગાવલેએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે
નાગપુર: શિંદેની શિવસેનાના વિધાનસભ્ય મહેન્દ્ર દળવી પર ઠાકરેની શિવસેનાના નેતા અંબાદાસ દાનવે દ્વારા ‘કેશ બોમ્બ’ ફેંકવામાં આવ્યો ત્યારબાદ હવે શેકાપે શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલે પર ‘કેશ બોમ્બ’ ફેંકીને હોબાળો મચાવ્યો છે. આનાથી રાજકીય વાતાવરણ વધુ ગરમાય તેવી શક્યતા છે.
શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ શિંદેના વિધાનસભ્ય મહેન્દ્ર દળવી પર કેશ બોમ્બ ફેંકીને હંગામો મચાવ્યો હતો. ત્યારે હવે શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેનો નોટોના બંડલ સાથેનો એક વીડિયો સામે આવ્યો છે. શેતકરી કામગાર પાર્ટી (શેકાપ)ના પ્રવક્તા ચિત્રલેખા પાટીલે આ વીડિયો બતાવીને ગંભીર આરોપો લગાવ્યા છે.
અધિવેશનના કાર્યકાળ દરમિયાન બીજી વખત શિંદેના વિધાનસભ્ય સામે આ રીતે ‘કેશ બોમ્બ’ ફેંકવામાં આવ્યો છે. આનાથી હવે ચાલુ સત્ર દરમિયાન શિંદેની શિવસેનાની મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. ચિત્રલેખા પાટીલે શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેનો નોટોના બંડલ સાથેનો વીડિયો શેર કર્યો છે અને સીધા ગંભીર આરોપો લગાવ્યા છે.
ચિત્રલેખા પાટીલે માંગ કરી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સીબીઆઈ, ઇડી અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા આ મામલાની સંપૂર્ણ તપાસ કરે. તેમણે ગોગાવલે અને દળવી સામે ગંભીર આરોપો લગાવ્યા છે.આ બધા પછી, મંત્રી ભરત ગોગાવલેએ હવે બધા આરોપોને નકારી કાઢતા આ મામલે તપાસની માગણી કરી છે અને કહ્યું છે કે તેઓ કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છે.
તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે વિપક્ષ ફક્ત આરોપો લગાવી રહ્યું છે અને અન્યાયી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. અમે ફક્ત નામના સેઠ છીએ અને અમારી પાસે એવું કશું નથી. ચાલીસ વર્ષના રાજકારણમાં, તેઓ પંચાયત સમિતિના પ્રમુખ, સભ્ય રહ્યા છે, તેમના પત્ની બે વાર જિલ્લા પરિષદના સભ્ય, ચાર વખત વિધાનસભ્ય અને હવે તેઓ પ્રધાન છે.
આ દરમિયાન, તેઓએ અમારા પરના આરોપનો ઓછામાં ઓછો એક ઝટકો તો બતાવવો જોઈએ. કારણ કે વિપક્ષ પાસે હાલમાં કશું જ નથી, તેઓ આવા આરોપો લગાવી રહ્યા છે. શેકાપ એક એવી પાર્ટી છે જેને જિલ્લામાંથી તડીપાર કરવામાં આવી રહી છે.ભરત ગોગાવલેએ એમ પણ કહ્યું છે કે આ જ કારણ છે કે આવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો…શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેએ ભાજપના સાંસદ નારાયણ રાણે પર ગંભીર આરોપો લગાવ્યા



