આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઠાકરે જૂથને વધુ એક આચંકો! ડોંબિવલીના સેકડો યુવાનોએ શિંદેની શિવસેનામાં પ્રવેશ કર્યો

ડોબિંવલી: ડોંબિવલીમાં ઠાકરે જૂથને મોટો આંચકો લાગ્યો છે. અહીં સેકડો યુવાનોએ શિંદેની શિવસેનાને ટેકો જાહેર કરી પક્ષ પ્રવેશ કર્યો છે. સાંસદ ડો. શ્રીકાંત શિંદેની ઉપસ્થિતીમાં યુવાનોએ શિવસેનામાં જાહેર પ્રવેશ કર્યો છે. લોકોને વિકાસનું રાજકારણ ગમે છે તેથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કાર્યોથી પ્રેરિત થઇને ડોંબિવલીના સેકડો યુવાનોએ શિવસેનામાં પ્રવેશ કર્યો છે કેમ સાંસદ ડો. શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું.

શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ ડોંબિવલીમાં યુવાનોના પક્ષ પ્રવેશના કાર્યક્રમમાં કહ્યું કે, લોકોને વિકાસનું રાજકારણ ગમે છે. રોજ ઉઠીને એકબીજાને ગાળો આપવી, ટીકા કરવી, શ્રાપ આપવા જેવા નીચલી કક્ષાના રાજકારણથી લોકો કંટાળી ગયા છે. તેથી આ યુવાનો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કાર્યોથી પ્રેરાઇને શિવસેનામાં જોડાયા હોવાનું શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું.


વિકાસના રાજકારણમાં વિકાસના કામો જ થઇ રહ્યાં છે, અને લોકોને એજ ગમે છે અને અપેક્ષિત પણ છે. તેથી જ લોકો મોટી સંખ્યામાં શિવસેનામાં પ્રવેશ કરી રહ્યાં છે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં પણ શિવસેનાને મોટી જીત મળી છે. લોકો હવે આક્ષેપોના રાજકારણથી કંટાળીને માત્ર ને માત્ર વિકાસના રાજકારણ તરફ આકર્ષિત થયા છે. એમ પણ શ્રીકાંત શિંદેએ કહ્યું હતું.


લોકોને વિકાસ જોઇએ છે. જે કામ મહારાષ્ટ્રમાં થઇ રહ્યું છે તેનાથી પ્રભાવિત થઇને અનેક યુવાનો શિવસેના સાથે જોડાઇ રહ્યાં છે. આવનારા સમયમાં મોટા પ્રમાણમાં લોકો મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી શિવસેના સાથે જોડાતા રહેશે એવી આશા સાંસદ ડો. શ્રીકાંત શિંદેએ વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button