મહારાષ્ટ્ર

પુણે જમીન સોદાની આરોપી શીતલ તેજવાનીની લોન ડિફોલ્ટ અને છેતરપિંડીના કેસમાં ધરપકડ…

પુણે: પુણેના મુંઢવામાં જમીન સોદા કેસની આરોપી શીતલ તેજવાનીની હવે પિંપરી-ચિંચવડમાં સેવા વિકાસ કો-ઓપરેટિવ બૅંકને સંડોવતા જૂના લોન ડિફોલ્ટ અને છેતરપિંડીના કેસમાં મહારાષ્ટ્ર સીઆઇડીએ ધરપકડ કરી છે.ગયા વર્ષના અંતમાં પ્રકાશમાં આવેલા 300 કરોડ રૂપિયાના વિવાદાસ્પદ પુણે જમીન સોદામાં શીતલ તેજવાની પાવર ઓફ એટર્ની (પીઓએ) ધારક હતી.

મુંઢવાની સરકારી જમીન અમેડિયા એન્ટરપ્રાઇઝીસ એલએલપીને વેચવાનો તેજવાની પર આરોપ છે, જેમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો પુત્ર પાર્થ પવાર સહ-ભાગીદાર છે.જમીન સોદાના કેસમાં તેજવાની જુડિશિયલ કસ્ટડીમાં હતી અને તેની હવે 7.25 કરોડ રૂપિયાથી વધુના લોન ડિફોલ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેજવાનીને સોમવારે 6 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ના જણાવ્યા અનુસાર તેજવાનીએ વાહન ખરીદી અને વ્યવસાય વિસ્તરણ માટે બૅંક પાસેથી અનેક લોન લીધી હતી, પણ કથિત રીતે ભંડોળને અનધિકૃત હેતુઓ માટે વાળ્યું હતું.લક્ઝરી રેન્જ રોવર ખરીદવા માટે લીધેલી ત્રણ કરોડ રૂપિયાની લોનમાંથી તેજવાનીએ વપરાયેલી લેમ્બોર્ગિની ખરીદીધી હતી, જ્યારે વ્યવસાય વિસ્તરણ માટે લીધેલા બે કરોડ રૂપિયા સ-આરોપીને ટ્રાન્સફર કર્યા હતા.

અન્ય 2.25 કરોડ રૂપિયાની લોન વાહન ખરીદી માટે લેવામાં આવી હતી, જે અન્ય આરોપીના સેવિંગ અકાઉન્ટમાં ડાયવર્ટ કરાઇ હતી. આ કેસમાં વ્યાજ સહિત કુલ બાકી રકમ 20.49 કરોડ રૂપિયા થઇ ગઇ છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ કેસ સેવા વિકાસ કો-ઓપરેટિવ બૅંકમાં મોટા લોન કૌભાંડનો એક ભાગ છે, જેમાં 238 કરોડ રૂપિયાની લોન નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ)માં ફેરવાઇ ગઇ છે. (પીટીઆઇ)

આ પણ વાંચો…પુણેના મુંઢવામાં જમીનનો સોદો:પોલીસે શીતલ તેજવાનીની પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી…

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button